________________
૧૬. રાજકુમાર રાજાના આશ્રયે: ધર્મરસ
પિલા રાજકુમારને ગુણસંપન્ન ધર્માચાર્યને ખપ લાગ્યો છે તેથી હિરણ્યાકરટી નગરમાં એમની શોધ કરે છે. શોધતાં શોધતાં કેટલાક દિવસ જાય એવું છે, કેમકે એવા ગુણવિશિષ્ટ આચાર્ય મહારાજ નગરમાં પધારતાં કદાચ વાર લાગે. તેથી રાજકુમાર રાજાને આશ્રય લે છે.
પૂર્વના કાળે રાજાઓ વિદ્વાનેપંડિતે, પરદેશી પ્રવાસીઓ. ચિત્રકારસંગીતકાર-શિલ્પકાર વગેરે કળાકારે ઈત્યાદિને આશ્રય -આપતા. અજાણ્યાને આશ્રય આપતા. અજાણ્યાને આશ્રય ? હા, માણસને એના વિનય, વાણું, રીતભાત વગેરેથી સજન-દુર્જન તરીકે પરખી લેવામાં આવતા. એમાં ય પાછળથી કેઈ અગ્ય માલમ પડે તે તેને રુખસદ પણ આપી દેવામાં આવતી. બાકી એ પંડિત વગેરેને રાજ્યને આશ્રય મળવાથી વિદ્યા-કળા વગેરેને પ્રચાર થતે રહેતે, વિકાસ થતે, અને રાજાઓ પણ એમાં રસ લેવાથી મોટા ભાગે આડે માગે નહિ જતા. પ્રજામાં પણ એવું હતું. શુદ્ધ કળા, વિદ્વત્તા. કૌશલ્ય વગેરેને રસ બહુલતયા દુરાચારના માર્ગથી બચાવી લેવામાં સહાય કરે છે. એ કાંઈ જ જે વ્યવસાય હાય નહિ તે માણસ નવરે પડે અને કહે છે ને કે નવરે નખેદ વાળે ?