________________
દ્વારા તત્વદષ્ટિએ જ જેવા વિચારવાનું અને વસ્તુ કે પ્રસંગને મૂલવવાનું ન કરાય, તે એ આ સર્વોત્તમ શાસન-પ્રાપ્તિની કેટલી બધી બેકદર અને પ્રાપ્તિ એળે જતી ગણાય જે વસ્તુનું જે મહત્ત્વ છે એ વસ્તુ મળ્યા પછી એ મહત્ત્વને અનુરૂપ વર્તાવ હોય તો તે એની કદર એનું મૂલ્યાંકન કર્યું લેખાય; પણ એના બદલે ઊંધું જ વર્તન હોય તે તે એની બેકદર કરી, એનું હલકું મૂલ્ય આંક્યું, એની અવગણના કરી કહેવાય. શું તમે ઈચ્છે છે કે એ ઉચ્ચ તત્ત્વજ્ઞાન–મોક્ષમાર્ગની આપણા હાથે અવગણના થાય ? ' રાજકુમારે ફમીના દષ્ટિદોષ પર પોતાના રૂપને, પિતાના શરીરને, પિતાની જાતને જ નિમિત્તરૂપ માની હવે એને સંસારના સર્વ સંબંધથી મુક્ત કરી દેવાનું ધાર્યું, ને તય અને સંયમ દ્વારા ઉગ્ર કસી અંતિમ, અનશન સુધી પહોંચાડવા વિચારી લીધું. કેવી ઉત્તમતા ! જે પ્રસંગ પર અજ્ઞાન જીવે સામાના જ દેષમાં અટવાઈ જઈ ચિત્તસંકલેશમાં પડે છે, એ જ પ્રસંગને પામી આણે પિતાની ત્રુટિ પર મન કેન્દ્રિત કર્યું, અને ચિત્તને પવિત્ર સંસ્કૃતિમય કરી દીધું ! જીવન-ઉત્થાનને રાહ લીધે! બીજાના દેષ પર પોતે બોધ પામ એ બુદ્ધિની વિશેષતા છે.
રાવણ-વાલીનું દૃષ્ટાન્ત :
રાજા રાવણ પોતાની પાસે જ ચંદ્રહાસ ખગ હોવા પર મુસ્તાક બની યુદ્ધમાં, વાલી રાજાની સામે એને મારી નાખવા દે, પરંતુ વાલીએ એને આખે ને આખે ઊંચકી લીધું અને બગલમાં ભીડાવી વિદ્યાબળ જબુદ્વીપને રેણુ લગાવી. પછી લાવીને યુદ્ધભૂમિ પર ખડે કરી દીધો. હવે રાવણની શી મજલ