________________
પ્રકરણ ૧૨ ] સકલ પાપને દળી નાખનાર, એકાંતે નિષ્પાપ, અહિંસક, તીર્થકર ભગવાને બતાવેલ, ચારિત્ર–માર્ગે ચડી જાઉં. જેથી પહેલું તે જગતના અનંતાનંત છમાંથી એક પણ જીવની હિંસા મારે મનથી, વચનથી, કે કાયાથી કરવાની ઊભી ન રહેવું ન કરાવવાની, કે ન કોઈની પણ હિંસા અનુમોદવાની ઊભી રહે.' . તેમજ સાથે ઘરવાસ ન રહેવાથી ધન-માલ-મિલ્કત, વિષયે, કુટુંબીઓ વગેરેનાં સંબંધ છૂટી જાય, તેથી તેના અંગે કરવાં પડતા રાગદ્વેષ, ક્રોધાદિ કષાયે, કલેશ, કંકાશ, વગેરે પાપસ્થાનકે પણ નહીં કરવાના. ન રાતી પાઈને પરિગ્રહ, કે ન જીવઘાતક આરંભસમારંભ. આનાથી આત્મામાં નવા પાપબંધ અટકી જવાના, અને સાથે તપ-સંયમ-સ્વાધ્યાય, ધ્યાન, સાધુ-સેવા વગેરે સાધનાઓથી જૂનાં પાપકર્મોને વિધ્વંસ થઈ જવાને, એમ કરતાં કરતાં ઘેર લપસ્યાથી અનેક ભવેના જબરદસ્ત અને આમ છૂટવા અત્યંત સુંશ્કેલ પાપબંધનેના થાક ઢીલા કરી દઉં. અને અંતિમ સંથારાઅનશન સ્વીકારી લઉં. બસ ક્યારે આઠેય કર્મોને ભુક્કો કરી, આ પાપ શરીરને હંમેશ માટે ત્યાગ કરી દઉં ! જેથી કોઈને ચ પણ શરીર દ્વારા રાગાદિ કરાવવામાં નિમિત્ત ન બનું, તેમજ ભાવીમાં પણ પાપશરીર મળવાનું મારે સદંતર બંધ થઈ જાય - રાજકુમારે શરીરને સંથારે ચડાવી દઈ, ત્યાગ કરવા આ રીતે ઈછયું, પણ અવિવેકી આપઘાત કરીને નહિ કેમકે વીતશગ ભગવાને કહેલા જીવાદિ પદાર્થો અંતરાત્મામાં ભાવિત કરેલા છે. એથી એ સમજ છે કે,
વિધિપૂર્વક શરીરને ત્યાગ કરવાથી મૃત્યુ વખતે પણ આમામાં અસમાધિ થતી નથી.