________________
૧૦ રુક્ષ્મી ભૂલે છે. : નિમિત્તની અસર
કમીને નિમિત્ત મળતાં જાગેલાં કમની વિચિત્રતા –
હજી તે રાજકુમાર અનમેદનામાં આગળ વધ્યે જાય છે, એટલામાં એની આખી વિચારસરણી ફેરવી નાખે એવું ત્યાં બન્યું. રુકમીની દૃષ્ટિ આ નવા આવેલા રાજકુમાર ઉપર પડી. રુકમી પવિત્ર બાઈ છે, વર્ષોને સદ્દભાવનાપૂર્વકના નિર્મળ બ્રહ્મચર્યની અભ્યાસવાળી છે. પરંતુ નિમિત્ત અને કમપરિણતિ-કર્મવિપાકની, વિચિત્રતા શું કામ કરે છે! અનાદિને અભ્યાસ તો ઈન્દ્રિયેના મનગમતા વિષય તરફ ખેંચાઈ જવાને જ છે. આત્મામાં વિતરાગ ન બને ત્યાં સુધી મોહનીય કર્મનાં દળિયાંને એ જ છે કે એ કર્મના ઊભા કરેલા પશમને ચાલુ રાખવાની પૂરી તકેદારી ન હોય તે નિમિત્ત ઊભું થતાં ઝટ એમાંથી કર્મદળિયાં વિપાક-ઉદયમાં આવી જવા તૈયાર છે. બસ. એવું જ અહીં બન્યું. રુકમીએ સાવધાની ગુમાવી, એને દૃષ્ટિ ફેરવતાં રાજકુમારનું દેખાવડું રૂપ જેવારૂપી નિમિત્તિ મળ્યું, એ ભૂલી પડી. - રુકમીના મનને થયું, “કેવું કુટડું રૂપ ! કામદેવને જાણે અવતાર જોઈ લે ! આના મુખ પર કેટલું લાવણ્ય દીપી રહ્યું છે! કેવું અનુપમ સૌંદર્ય છે !..” એના દિલમાં કામ રાગવાળી લાગણીને વિકાર જાગી ગયે. દષ્ટિ વિકારી બની ગઈ.