________________
પ્રકરણ ૯]
[૧૫ લાગવાનું, વિચારવા જેવું છે કે, વાસ્તવિક ગણાય?
(૧) એની પાસે મૂડી કેટલી હતી? એમાંથી કેટલું દીધું?
(૨) મૂડીમાં તે એ હતું જ નહિ, પણ ભેટ આવેલું તે પણ સીધેસીધું નહિ કિંતુ મા-દીકરાના કરુણ રુદન પર બીજાઓએ એમને અનુકંપાદાન કરેલું !
(૩) આવું જિંદગીમાં કદી જોયેલું નહિ, એ દ્રવ્ય આજ પહેલી જ વાર એ જીવને જોવા મળેલું !
(૪) એમાંથી પણ દીધું કેટલું? પોતાના મનથી બધું જ !
(૫) જિંદગીમાં પતે એ વસ્તુને ભેગવટો કરેલો ખરે? ને, આજે જ એને ખરે અવસર હતો છતાં ભેગવવાનું મજા માણવાનું પડતું મૂકયું, ને દીધું!
(૬) દીધું તે ધીરે ધીરે? કે એકી કલમે? “મારા લખે ૫૦ રૂ, “ના શેઠ ! એટલા જ ન ચાલે.” “સારૂં યે ત્યારે ૫૫ લખે.” “એટલા હોય? તમારા તે રૂ. ૨૦૧ લખવાના છે.” એટલા બધાની ભાવના નથી, બસ ૭૫ લખી લે. હવે બેલ જ નહિ.” આમ ચોળી ચાળીને આપેલા, ને એના બદલે એકી કલમે પહેલી જ વાર ૨૦૧ લખાવેલા, બેમાં ફરક કેટલો ?
(૭) તે પણ સામાએ “કેટલા લખું ? એમ પૂછયા પછી લખાવ્યા, ને સામો પૂછતે જ નથી ને આપણે સામે જઈને લખાવ્યા, બેમાં કેટલે ફેર?
(૮) શાલિભદ્રના જીવે વળી દીધું તે સામાને કરગરાવીને કે પોતે કરગરીને? તમે પાંચ હજાર આપે તે પણ સામાને કરગરાવીને ને ?