________________
' ૯૩
પ્રકરણ ૬] નહિ કરે. મિથ્યાત્વની જાહેજલાલીમાં જે ઉગ્ર ભાવથી પાપાચરણ હતું તે હવે અહીં નહિ.
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે !
–એ એનું લક્ષણ છે. એટલે યુદ્ધની હિંસાનું પાપ પણ તેવા ઉગ્રભાવથી તેવી નિર્ઘણુતાથી નહિ કરે. આ તે લડાઈ વખતે સમ્યગ્દર્શનના અસ્તિત્વનું શું, એ અપેક્ષાએ વાત થઈ. પરંતુ સમ્યગ્દર્શનની જ્યારે આરાધના જ કરવી હોય ત્યારે તે હૃદય નિણ નિર્દય રાખે ન ચાલે, દયામય લાગણી જોઈ એ. દયા તે બળ છે, સમ્યગ્દર્શનમાં ચાલવા માટે. દયાના બળ પર સમ્યગ્દર્શનની આરાધના થાય. પ્ર-ઠીક છે,જ્ઞાનની આરાધનામાં દયાના બળની કયાં જરૂર?
ઉ– જ્ઞાન પણ સમ્યજ્ઞાન જ મોક્ષમાર્ગ છે. એટલે એ સમ્યગ્દર્શનપૂર્વક જ હોય, એની આરાધનામાં દયામય હદય વિના કેમ ચાલે? વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ભગવાનનાં શાસ્ત્રનું અધ્યયન-પારાયણ કરવું છે, એ નિઈણ હૃદયમાં હજુ આવે ખરું પણ પરિણત થાય નહિ. જેને જીવો પ્રત્યે સાપેક્ષભાવ નથી, જીનાં દુઃખના આર્તનાદની પરવા જ નથી “જી ભલે મરે મારે શું? એવી નિષ્ફરતા છે, એને સમ્યજ્ઞાન સાથે સગાઈ જ શાની થાય? ભલે કદાચ લોક–વાહવાહ વગેરે ઉદ્દેશથી શાસ્ત્રો ભણે ગયો હોય, પણ જેને મેક્ષાનુકૂળ સમ્યજ્ઞાનને આત્મપરિણામ કહેવાય, એ હૃદયમાં શાનો જાગે?
દા. ત. આજના સાક્ષર કહે છે ને “રાત્રિભેજનના ત્યાગને આગ્રહ આજે ન રખાય. કેમ ભાઈ? શું આજે રાત્રિ