________________
ચિત્તની સમાધિ એ સમ્યગ્ર દષ્ટિ વાળાને મન, સૌથી મોટું દાન છે. શ્રી નવકારના સ્મરણ વિના એ. બેચેની અનુભવે છે. મા વગરના બાળકની જેમ તે અનાથતા અનુભવે છે. | શ્રી નવકાર એ સમ્યમ્ દષ્ટિ જીવની માતા, પિતા, બંધુ, સ્વામી અને ગુરૂ છે. લૌકિક હિતકારી માતા પિતાદિને સંયોગ તેના પ્રભાવે છે, એમ તે માને છે. જન્મ જન્માંતરમાં જતા તેને એજ એક સથવારે છે, સાથી છે, સમિત્ર છે, આવી શ્રદ્ધા તેને બંધાણું હેય છે.
કારણ કે તેને વારંવાર સાંભળવા મળે છે કે શ્રી નવકાર એ દ્વાદશાંગીને સાર છે, ચૌદ પૂર્વને ઉદ્ધાર છે, ચૌદ પૂવીઓને પણ અંત સમયે તેને જ એક પરમ આધાર છે.
આમ કહેનારા પુરુષે તેને મન શ્રધેય છે, આરાધ્ય છે. કારણ કે તેઓનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અવિસંવાદી, સફળ પ્રવૃત્તિ જનક અને જાતે અનુભવીને કહેલું હોય છે.
તે માને છે કે મહામંત્ર શ્રી નવકારના પ્રત્યેક પદો અને વણે પવિત્ર છે. કારણ કે તે પરમ પવિત્ર મહાપુરુષોએ કહેલા છે. તેનું સ્મરણ કરનારને પવિત્ર કરનાર છે. અને પવિત્રતમ એવા પરમપદને આપનાર છે. તે પદે સર્વ લક્ષણેથી યુક્ત છે અને લક્ષણેથી યુક્ત વસ્તુ-- એનું દેવતાઓ સાનિધ્ય કરે છે. તેથી આ મહામંત્રના વર્ષે પ્રવર એવા પ્રવચન દેવનાઓથી અધિષ્ઠિત છે. ૮૬ ]
જૈન તત્વ રહસ્ય