________________
અંગ્રેજે પિતાની સામે પડકાર કરનારને કેદમાં પૂરી દેતા હતા. પરંતુ જેલમાં “એ, બી, સી, ડી,” એમ ચાર વર્ગ રાખતા હતા. બળવાન પડકાર કરનારાઓને સી. કે. ડી. વર્ગમાં રાખતા ગભરાતા હતા. તેથી તેવાને એ. કે બી. વર્ગમાં રાખતા હતા.
તેમ મેહની સામે સંગઠિત થઈને એવો પડકાર કરીએ કે તે જેલમાં રાખે તે પણ એ. કે બી. વર્ગમાં જ રાખે. સી. કે ડી, વર્ગમાં મૂકતાં ગભરાય. દેવ અને મનુષ્યગતિ એ એ. અને બી. વર્ગ છે. જ્યારે નરક અને તિર્યંચ ગતિ એ સી. અને ડી. વર્ગ છે.
અરિહંતને નમસ્કાર એ મેહને પડકાર છે. અરિહંતના નામથી મેહની સત્તા ધ્રુજી ઉઠે છે, કારણ કે તે નામ, સ્નેહનાં શસ્ત્ર વડે મોહનાં મૂળિયાં ઉખેડનાર વિશ્વના મિત્ર શ્રી અરિહંત પરમાત્માની વિશ્વવત્સલ ભાવનાનું સ્મરણ કરાવનાર છે.
જેના અંતરમાં વિશ્વ પ્રત્યે બંધુભાવ જાગે તેનાં અંતરમાં રાગદ્વેષાત્મક મેહનું સૌન્ય ટકી શકતું નથી. | સર્વ ની ઉત્કૃષ્ટ હિતચિંતાના ભાવરૂપ મિત્રતા વડે અરિતા-શત્રુતાને ઉરછેદ કરનાર શ્રી અરિહંત પરમાત્મા છે, તેથી ભાવથી તેમને નમસ્કાર કરનાર છવ... પણ જીવ પ્રત્યે શત્રુતાને ત્યાગ કરનાર થઈને શ્રી અરિહંત સ્વરૂપ બની જાય છે.
૮૪].
જૈન તત્વ રહસ્ય