________________
મન સાધે, તેને મંત્ર કહેવાય છે. આમ તા એ માત્ર પંચ પરમેષ્ઠિ ભગવડતાને નમસ્કાર છે, એને નમસ્કાર મંત્ર કહ્યો છે. એનાથી મનને વશ કરવામાં આવે તા સર્વ શ્રુતના રહસ્યને પામી શકાય છે. એના આરાધનથી મન એવું મની જાય છે, કે જે ઉત્સર્ગ અને અપવાદ, દ્રષ્યાર્થિક નય, પર્યાચાર્થિક નય, દ્રવ્ય-ક્ષેત્રકાળભાવને યથાર્થ પણે આપે।આપ જાણી શકે છે. નમસ્કારથી શુદ્ધ થયેલુ* મન માહને ઓળખી શકે છે અને ધર્મને પણ જાણી શકે છે.
મંત્ર વડે સૂક્ષ્મતા અને શુદ્ધતા
જ્યાં સુધી સ્થૂલ દૃષ્ટિ નહિ જાય, સૂક્ષ્મ દૃષ્ટિ નહિ ઉઘડે, ત્યાં સુધી આ સંસારના ધાખાને, સસારની માયાને મનુષ્ય નહિ સમજી શકે.
માણસ જાણે છે કે દિવસ નય છે અને દિવસ જાણે છે કે માણસ જાય છે. મુસૈાલીની, હીટલર, સ્ટેલીન, કૈસર, સિકદર વગેરે કયાં ગયા ?
જેની નાખતાના ડ‘કાએથી આકાશ ગાજી ઉઠતુ તે બાદશાહા આજે કખામાં ચૂપચાપ પડ્યા છે. મનમાં સૂક્ષ્મતા આવે તે મેહની આ રમત સમજાઈ
જાય.
શ્રી તીર્થંકરા દેવા આ જાણતાં હતા, તેથી મનને વશ કરવાના, મનને સૂક્ષ્મ અને શુદ્ધ બનાવવાના ઉપાય બતાવી ગયા છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૮૧