________________
શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. એટલે તેના વડે થતે બેધ અસ્પષ્ટ અને ઝાં હોય છે.
શ્રતનો વિષય સામાન્ય છે. વિશેષને બેધ, માત્ર શાબ્દિક જ્ઞાનથી નહિ, પણ વસ્તુના ધ્યાનથી થાય છે. ધ્યાન વડે શાબ્દિક બોધ સ્પષ્ટ થાય છે, સામાન્ય ધર્મનું જ્ઞાન હતું તે વધીને વિશેષ ધર્મનું ભાન કરાવે છે.
ક્રમ આ પ્રમાણે છે.
પ્રથમ મતિજ્ઞાન-ઈનિદ્રા અને મન વડે પછી શ્રુતજ્ઞાન કેવળ મન વડે પછી અનુભવજ્ઞાન અને તેને ઉપાય દધ્યાન છે.
શ્રુત વડે જાણેલા પદાર્થોને અનુભવગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય બને છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે.
જ્ઞાનની સામગ્રી શ્રી નવકાર પૂરી પાડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર વડે પૂરી થાય છે.
જ્ઞાન વડે સામાન્ય બંધ થાય છે, તે જ બેઘ ધ્યાન વડે વિશેષ બને છે, સ્પષ્ટ થાય છે, અપક્ષપણે. અનુભવાય છે.
શ્રી નવકાર એ ભાવ મંગળ છે, ભાવ મંગળ એ. આત્મ પરિણામરૂપ છે.
દ્રવ્ય નમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયા વડે થાય છે.
ભાવ–નમરકાર જ્ઞાન, શબ્દ અને ક્રિયાના સમન્વય વડે અંતરાત્મામાં પ્રગટ થાય છે.
જૈન તત્વ રહસ્ય
[ ૭૫