________________
ભવનાશક ભક્તિ બીજામાં રહેલા ગુણનું દર્શન, પિતામાં લઘુતાની સાથે કૃતજ્ઞતા પણ જગાડે છે. એ ગુણે જેવાથી પિતાને પણ તે મેળવવાની પ્રેરણું થાય છે. પ્રેરણું જગાડનાર હોવાથી ઉપકાર થાય છે. ઉપકાર કરનારા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ મનુષ્યને લગભગ સહજ છે.
એક પણ દેષ રહિત અને સર્વગુણ સહિત જીવન પરમાત્માનું છે. તેથી તેઓશ્રીનું સ્મરણ નમ્રતા અને કૃતજ્ઞતાની સાથે ભકિત પણ જગાડે છે. એ ભક્તિ, ભવને નાશ કરનારી થાય છે. શ્રી નવકાર, એ ભક્તિ જગાડનાર છે, તેથી ભવનો નાશક છે. ભક્તિ એ એક પ્રકારને શુભ ભાવ છે.
જીવ અને કમ ભાવ–નમસ્કારની આરાધનાથી કષાયોને સમૂળ ક્ષય થાય છે.
નમસ્કારનું “નમો પદ કર્મના બળને સૂચવે છે, અરિહંત પદ જીવના બળને સૂચવે છે.
શ્રી નવકારમાં નમ્રતા અને નિર્ભયતા ઉભય રહેલા છે. નમ્રતા માટે કર્મના સ્વરૂપને વિચાર અને નિર્ભયતા માટે જીવના સ્વરૂપને વિચાર આવશ્યક છે.
જ્ઞાન અને ધ્યાન શ્રી નવકારનું ચિંતન શ્રુતજ્ઞાનરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વ–પર પ્રકાશક હોવાથી પ્રધાન છે. જૈન તત્વ રહસ્ય
[ ૭૧