________________
આત્માની ગતિ અને સ્થિતિ ઉભયને સુધારવા માટે એકલું જ્ઞાન કદી ફળદાયક થઈ શકતું નથી. પણ યથાર્થ શ્રદ્ધા યુક્ત જ્ઞાન જ કાર્યસાધક બને છે.
શ્રદ્ધાની પ્રાપ્તિ સૌથી દુષ્કર છે. જ્ઞાનની પ્રાપ્તિ દુન્યવી લોભથી પણ થઈ શકે છે. જ્યારે દુન્યવી લોભ, સમ્યક શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતું નથી. ઉલટો અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અશ્રદ્ધાળુ રહી ગયા અને અલ્પ જ્ઞાનને ધરનારા પણ શ્રદ્ધાળુ આત્માઓ ભવાંતને સાધી ગયા.
શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કે અમુક અંશે પણ દુન્યવી સ્વાર્થથી નિઃસ્પૃહ બન્યા સિવાય તે પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી સ્વાર્થથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દષ્ટિએ ઊંચામાં ઊંચી લાગે તેવી પણ થેઈ શકે છે.
આ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા તેનામાં કેટલું જ્ઞાન છે. એની તપાસ દ્વારા થઈ શકતી નથી. પરંતુ તે કેવી જાતની શ્રદ્ધા ધરાવે છે અર્થાત્ તેની શ્રદ્ધા વિશ્વાસ–રૂચિ કયા પદાર્થો ઉપર છે. એની પરીક્ષા દ્વારા જ થઈ શકે છે.
ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે અધમ પ્રકારની રુચિવાળે હોય તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણાતું નથી મનુષ્યના મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર છે, પણ માત્ર જ્ઞાન ઉપર નથી.
૫૦ ]
જેન તવ રહસ્ય