________________
એ સૂત્રો વિધિપૂર્વકના માનસિક વ્યાયામ વડે આધ્યાત્મિક બળ કેળવીને આત્માની ગુપ્ત શક્તિઓને જાગૃત કરે છે.
ધાર્મિક શિક્ષણની પાછળ રહેલું આ મહત્ત્વનું ધ્યેય, કેવળ વિદ્યાથી આના જ નહિ, પણ તે ઉપરાંત ધાર્મિક શિક્ષકાના લક્ષ્યમાં ખાસ રહેવુ જોઇએ અને તેમના જીવનમાં ક્રિયાના સૂત્રોના અમલ કરવાની ધગશ. હાવી જોઈએ. આવા ધામિક શિક્ષક પાતે જેટલા લાભ અનુભવતા હશે. તેટલેા વધુ ઉત્સાહ તેને આ સૂત્રો ભણાવવાની. ક્રિયામાં જાગશે.
કેવળ ધામિક શિક્ષકા જ નહિ. પણ ધાર્મિક કેળવણીના ક્ષેત્રમાં રસ લેતી પ્રત્યેક વ્યક્તિએ, ધાર્મિક ક્રિયા અને તેના સૂત્રાને આ દૃષ્ટિએ જોતાં શીખવુ` પડશે. એ દૃષ્ટિ આવ્યા પછી જ ધાર્મિક કેળવણીની ખરી ઉપયાગિતા અને ઉપકારકતા ખ્યાલમાં આવશે.
ધાર્મિક શિક્ષણમાં ક્રિયાના સૂત્રાનુ અધ્યયન કર્યા હેતુસર છે? એ ખરાખર સમજાઈ ગયા પછી, તત્ત્વજ્ઞાન-ના ગ્રન્થાનું અધ્યયન શા માટે છે? એ પણ નક્કી કરવું પડશે.
તત્ત્વજ્ઞાન પણ કેવળ તત્ત્વનું જ્ઞાન કરવા માટે નથી.. પણ ચિત્તશુદ્ધિની સાધના માટે છે, શુભ ધ્યાનની વૃદ્ધિ કરવા માટે છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૯