________________
ધર્મ દરિદ્રતા
દરિદ્રતા એ એક મોટું દુઃખ છે દરિદ્રતાને કઈ ચાહતું નથી. દરિદ્ર માણસ એક તણખલા કરતાં પણ ઉતરતી કક્ષાનું ગણાય છે. ઘાસનું તણખલું જેટલું ઉપયોગી છે, તેટલી પણ ઉપગિતા દરિદ્ર માણસની દુનિયામાં લેખાતી નથી.
એક કવિએ દરિદ્ર પુરુષને ઉપહાસમાં સિદ્ધ પુરુષની ઉપમા આપી છે, તે અક્ષરશઃ સત્ય લાગે છે. - કવિના શબ્દોમાં–દરિદ્ર પુરુષ પોતાની જાતને ઓળખાવતાં જણાવે છે કે, ખરેખર હું સિદ્ધ છું. જે એમ ન હોઉં તે હું આખા જગતને દેખું છું, પણ મને કઈ દેખતું નથી એમ કેમ બને? અર્થાત્ દરિદ્ર પુરુષની સામે નજર કરવા પણ કઈ તૈયાર નથી.
જગતમાં એવી કંગાલ હાલતમાં જીવન પસાર કરવું કેટલું કષ્ટદાયક હશે તે તે તેને અનુભવ કરનારા જ સારી રીતે જાણે અને એ અનુભવ આ દુનિયામાં કેટલા આત્માઓને નથી કર પડતા ?
૮ ]
જૈન તવ રહયા