________________
તત્વ જેમ-જેમ સમજશે તેમ-તેમ ન્યાય પ્રત્યે સન્માન જાગશે. અન્યાય તરફ અણગમે પેદા થશે.
જીવને અનાદિ કાળથી સંસારમાં રખડાવનાર, પુણ્ય પ્રાપ્ત વિવિધ સુખ-સામગ્રીને બરબાદ કરનાર અને એ રીતે અનેકવિધ દુઃખેની પરંપરા સજીને જીવને પીડનાર એક અન્યાય, આત્માને અનાદિ વૈરી છે એ સત્યને સમજવા માટે કર્મો, તેના બંધ, બંધનાં કારણે, તેના વિપાકે વગેરે ઘણું ઘણું જાણવા જેવું છે.
લૌકિક કે લોકોત્તર કેઈ પણ પ્રવૃત્તિ, જે ન્યાય વૃત્તિથી કરવામાં આવે, તે તે ધર્મને–આત્મ ધર્મને-આત્માના સ્વરૂપને પ્રગટ કરી જીવને નિરૂપાધિક સુખને ભક્તા બનાવી શકે છે. તેનાથી વિપરીત, સારી ગણાતી પણ પ્રવૃત્તિ જે અન્યાયવૃત્તિપૂર્વક કરવામાં આવે, તે તે અધર્મનું, મિથ્યા-વનું, કામ, ક્રોધાદિ જડ ભાનું પિષણ કરી જીવને ભવમાં ભટકાવે છે.
આ કારણે જ જ્ઞાનીઓએ સુખનું મૂળ ન્યાય છે અને દુઃખનું મૂળ અન્યાય છે એમ ફરમાવ્યું છે.
અન્યાય–પ્રવૃત્તિ કરતાંય અન્યાય વૃત્તિ વધુ ભયંકર છે. જ્યાં સુધી મને વૃત્તિ અન્યાયને પક્ષ કરશે, ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિમાં ન્યાય નહિ સચવાય. સચવાશે તે પણ થોડા કાળ માટે. અને તે પણ કોઈ પ્રવૃત્તિમાંજ. સદૈવ સર્વ પ્રવૃત્તિઓમાં ન્યાયનું પાલન ન કરવા માટે તે મનવૃત્તિમાં ન્યાયને પક્ષ જગાડે પડશે, અને તે
૨૫૮ ]
જેન તત્વ રહસ્ય