________________
સ્વસ્થ બને છે. અને અન્યાયને વિચાર કરવાથી પાપકુટુંબ પુષ્ટ બને છે. ધન મળે કે ન મળે, પણ ન્યાય કે અન્યાયને પક્ષ કરવાથી તે–તે આંતર-કુટુંબને તે પિોષણ મળે જ છે.
પરિણામ એ આવે છે કે અન્યાયથી મેળવેલ વૈભવ અભ્યાય વાસિત થાય છે. આંતર પાપ–કુટુંબ પોષાય છે અને તે વૈભવથી મળેલા ભેગો અન્યાય વાસિત હેવાથી ભેગવનારનું મન અને શરીર અન્યાય વાસિત બની પુનઃ પુનઃ અન્યાયને પક્ષ કરી પાપ-કુટુંબને પિષે છે.
જ્યારે ન્યાયથી મેળવેલ વૈભવ, ન્યાય વાસિત બને છે, આંતર ધર્મકુટુંબ પોષાય છે અને ન્યાય વાસિત વૈભવથી મેળવેલા ભાગે ન્યાય વાસિત હોવાથી, ભગવનારનું મન અને શરીર ન્યાયવાસિત બનવાથી, પુનઃ પુનઃ ન્યાયનું સેવન કરી ધર્મ-કુટુંબને પિષે છે.
એ રીતે ન્યાય સંપન્ન વૈભવ મનને ન્યાય માર્ગે જોડવામાં સહાય કરે છે અને ન્યાયના માર્ગે ચઢેલું મન, સર્વ કાર્યોમાં બાહ્ય શરીર વગેરેને ધર્મ-કુટુંબના પક્ષકાર બનાવી સર્વ શુભ પ્રવૃત્તિઓનું સાધક બનાવે છે.
આ કારણે સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું વિધાન કર્યું છે. અને તેના વિવિધ ઉપાયો બતાવ્યા છે. તે સર્વ ઉપામાં મૂળભૂત ઉપાય ન્યાય સંપન્ન વિભવ છે. એના અભાવે બીજા ઉપાયે પ્રાયઃ નિષ્ફળ. જાય છે. '
૨૫૬ ].
જેન તત્વ રહસ્ય