________________
૧૦ EBI
ન્યાયસંપન્ન વૈભવ
વસ્તુતઃ જીવને સમ્યફ બેધ જેમ જેમ વધે છે, તેમ-તેમ જિજ્ઞાસા પણ વધે છે.
જાણેલું અલપ લાગે, પિતાની અજ્ઞાનતા ઓળખાતી જાય, મિથ્યા અહંકાર મંદ પડી જાય, તે સમજવું કે જ્ઞાન પામ્યું છે. લીધેલો આહાર પચવાથી સ્વાથ્ય સુધરે છે, તેમ જ્ઞાન પણ પચે છે, ત્યારે ઉપશમ ભાવ પ્રગટે છે અને સાચી જિજ્ઞાસા વધે છે.
જિજ્ઞાસાની સાચી પૂતિ તે પિતાને જ પ્રકાશ કરી શકે, કિન્તુ એ પ્રકાશ માટે બીજાની પાસેથી જાણવું જરૂરી છે. શ્રી જિનેશ્વર પરમાત્મા અને તેઓશ્રીના વચને પ્રત્યે જેટલું બહુમાન વધે, તેટલે પ્રકાશ શીવ્ર થાય અને તેટલું જિનવચનનું ગાંભીર્ય સમજાય. -
| સર્વ શાસ્ત્રને સાર એ છે કે મિથ્યા અહંકારમાંથી જન્મેલી સ્વાર્થ વૃત્તિ સર્વ અનર્થોનું મૂળ છે. અને
જેન તવ રહસ્ય
[૨૪૫