________________
વેદનીય અને હનીય બંને કર્મ છે. માટે બને પ્રકારની વ્યાધિવાળા દયાને પાત્ર છે. છતાં વેદનીયથી પીડાતા ઉપર દયા કરવી અને મોહનીયથી દુઃખ ભેગવનાર ઉપર દ્વેષ કરવો તે સાચા સેવકને માટે દૂષણરૂપ છે.
પ્રભુની લોકોત્તર સેવામાં આવી કઈ વાતની ઉણપ રહી નથી.
દ્રવ્ય-વ્યાધિ અને ભાવ-વ્યાધિ-એમ બે પ્રકારના વ્યાધિ હેવાથી, તેના ઉપચાર પણ દ્રવ્ય અને ભાવથી થઈ શકે છે.
દ્રવ્ય-વ્યાધિ મટાડવા માટે ઔષધિ, વિશેષ દ્રવ્યને. ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભાવવ્યાધિવાળાને નમ્રતા, દયા, મિષ્ટ ભાષણ અને નમસ્કાર આદિ ભાવ ઉપચારથી શાન્તિ પમાડવામાં આવે છે.
દ્રવ્ય રોગની સેવાનું કાર્ય જેટલું અઘરું છે, તેના કરતાં ભાવ-રોગની સેવાનું કાર્ય ખૂબ જ વધુ અઘરૂં છે.
જેમણે કષાયો ઉપર કાબુ મેળવ્યું હોય, તે જ ભાવ-રોગીની સેવા કરી શકે છે. અને તે જ્ઞાની પુરૂષ સિવાય વિષય કષાસયના દાસ બનેલા અધિકારી જીવો કરી શકતા નથી.
જીવને શરીર ધારણ કરવાં પડે છે, ત્યાં સુધી જીવ. શારીરિક, માનસિક આદિ દુખેથી છૂટી શકતું નથી. આ બધા દુઃખનું મૂળ કર્મ છે. તે જ્યાં સુધી વિદ્યમાન ૨૩૦ ].
જૈન તત્વ રહસ્ય