________________
કારણ નથી, પરંતુ પાંચે કારણે મળીને કાર્ય સિદ્ધ થાય છે. એ જે જિન–સિદ્ધાન્ત છે, તેને આથી જરા પણ બાધ પહોંચવું જોઈએ નહિ. અન્યથા એજ ભવિતવ્યતાવાદનું એકાંત સેવન યા અવલંબન જીવને પુરુષાર્થ હીન અને ચિત્ત વિભ્રમ કરાવનારૂં થાય છે.
કઈ પણ એકાંતવાદનું અવલંબન ચિત્તસ્વારશ્યને અવસરે પૂરતી હાનિ પહોંચાડે છે. કારણ કે તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ હેાય છે.
મોક્ષમાર્ગમાં પુરુષકાર એ જ અગ્ર પદ ભોગવે છે, કારણ કે તે જ એક પ્રયત્ન સાધ્ય છે. તે સિવાયનાં બીજાં ચાર કારણે-એ મનુષ્યને આધીન નથી, શ્રદ્ધાથી માનવાનાં છે, જો કે એ શ્રદ્ધા પણ અત્યંત ઉપયોગી છે. અને એના બળથી ચિત્તની સમતુલા બરાબર જાળવી શકાય છે. તથા જ્ઞાનીઓ ઉપર વિશ્વાસની વૃદ્ધિ થવામાં પ્રબળ નિમિત્ત બને છે. પણ તે પૈકી કોઈ એકાદ કારણ ઉપર જ અંતિમ કોટિએ ઢળી પડવાનું થાય, તે તે માગભ્રષ્ટ કરાવી દેનાર થાય છે, એમ નક્કી માનવું.
જન તત્વ રહસ્ય
[ ૨૨૩