________________
એ ક્રિયાઓના બળે જ શ્રી સંઘ જીવતે દેખાય છે. અને એના બળે જ આ પંચમ કાળના અંત પર્યત એનું આયુષ્ય ટકાવી રાખવાને છે.
જીવનમાં પ્રત્યક્ષ આચારણ વિના કેરું તત્ત્વજ્ઞાન કદી દીર્ઘજીવી બની શકતું નથી. ત૫–જપ-દાનાદિ પ્રવૃત્તિઓનો એકસરખે ધોધ શ્રી જૈન સંઘમાં અખલિત પણે ગતિમાન છે, તેની પાછળ ક્રિયાઓને જ માટે ફાળે છે. સર્વ મહાપુરૂષોએ સ્વયં જીવનમાં અપનાવીને એને ટેકે આપે છે. પોતાના કરતાં અધિક ક્રિયાનું આચરણ કરનારાને પ્રશસ્યા છે તેમજ ક્રિયામાં થતી આશાતનાને અવિધિને જરા પણ પિોષી નથી, પણ દૂર કરવા માટે પૂરતી તકેદારી રાખી છે. તેમ છતાં મનુષ્ય-સ્વભાવની નબળાઈને વશ થતી અવિધિના અનુબંધને વિધિ પ્રત્યેની ભક્તિ વડે વિચ્છેદ કરી શકાય છે એમ કહીને આશ્વાસન આપ્યું છે. - અવિધિથી કરવા કરતાં ન કરવું, એને ઉસૂત્ર ભાષણ કહ્યું છે. કરવું તે વિધિપૂર્વક જ કરવું, અન્યથા ન કરવું એ મને વૃત્તિને અભિમાન જન્ય ગણાવી છે. કઈ પણ કિયા અભ્યાસથી જ શુદ્ધ થઈ શકે છે તેથી અભ્યાસ કાળની અવિધિને આગળ કરીને, અભ્યાસને છોડી દેવાનું કહેવું એ પ્રમાદને પિષનારૂં તથા મૂળ વસ્તુનું અવમૂલ્યન કરનાર છે.
જૈન તત્વ રહસ્ય
[ ૨૧૭