________________
કેટલાક માણસા સારા વિચાર કરી શકે છે પણ એટલા માત્રથી મન યથાર્થ પણે કેળવાયેલું ગણી શકાય નહિ. મન સારા વિચારા કરી શકે એટલું જ ખસ નથી. એ ખરાબ વિચાર ન કરી શકે તેટલી હદ સુધી તેને કેળવવુ' જોઈએ. સતત સદાચારમય જીવન સિવાય એ સભવિત નથી.
વ્રત અને નિયમા, આચાર પ્રણાલિકાએ એ મધનની દિવાલા નથી, પરંતુ રક્ષણ કરનારી કિલ્લેબ"ધી છે, સદાચાર વિનાના સારા વિચારાથી કાંઈ સર્જન થવાતું નથી. કેવળ અન્નના વિચારેા કરવાથી પેટ ઘેાડુ' જ ભરાય છે? કેટલાક માને છે કે “આપણા હેતુ સારા હોય, પછી વિધિ અને આચારાની જાળ શા માટે?
નિયમા આપણા માટે છે. આપણે નિયમેા માટે નથી. મનથી સુધર્યાં એટલે બસ. મહાર બતાવવાની શી જરૂર છે? આપણને કોઈ પર દયા આવી કે કાઇ પ્રત્યે પ્રીતિ જાગી તેનું પ્રદર્શન કરવાની શી જરૂર છે?
આચારના ધાર્મિક ચાકઢાઓમાં સપડાયેલા વેઠીઆ થા માટે બનવું ? ”
આવી દલીલ કરનારાઓને મનના તરંગીપણાની અને તેના ભયકર આવેગેાની પૂરી સમજ આવી નથી. આવી *લીલા પાછળ ઘણીવાર અત્યંત આત્મવંચના પણ હાય છે. મનના ભાવા પ્રગટ થાય છે, ત્યારે જ તેનું ખરૂ સ્વરૂપ સમજાય છે. આચારા એજ મનની સાચી લગામ છે, વિચારા કદી નહિ.
જૈન તત્ત્વ રહસ્ય
૧૩
[ ૧૯૩