________________
મનના તરંગ
મનને ભાગ્યે જ કોઈ ઉપમા આપી શકાય, એવું તે વિચિત્ર અને અનેખું છે. છતાં આપવાની હોય, તે વધુમાં વધુ બંધ બેસતી ઉપમા પાણીની છે.
મન પાણી જેવું છે.
પાણને આકાર કે રંગ નથી. તેને જે વાસણમાં રેડો તે આકાર તે ધારણ કરે છે અને તેમાં જે રંગ નાંખે, તેવા રંગનું તે બને છે. જે તેને વહેવા દઈએ, તે તે ઢાળ તરફ વહેવા લાગે છે, અને એકજ જગ્યાએ બાંધી રાખીએ, તે તે બંધિયાર બની જાય છે.
પાણી ચંચળ છે અને તેમાં પત્થર નાંખીએ તે તરત તરંગો સર્જાય છે. તેમાં અદ્દભુત શક્તિ છે તેથી ગમે તેવા ખડકેને પણ ઘસી નાખે છે.
એજ રીતે મનને પણ કઈ રૂપ કે રંગ નથી. જે વસ્તુમાં તે પરેવાય છે, તેમાં તન્મય થઈ જાય છે. જે
જિન તત્વ રહસ્ય
[ ૧૯૧