________________
એહવા જનને સ’ગ પશુ,
રહે મધ્યતા શાહિ,
૧૮૦
તેડુ ઉપેક્ષા ભાવના,
કહી જિનાગમ માંહી....
૧
પેાતાના સપર્કમાં આવતા જીવ જગતને આ ચાર વિભાગમાંથી કયા વિભાગમાં સ્થાન છે, એના વિવેક કરી, તદનુરૂપ ભાવ એના પ્રત્યે વહેવડાવવાના સતત અભ્યાસ નિત્યના જીવન ક્રમમાં રાખવાથી પાતા સિવાયના અન્ય દેહધારીએ પ્રત્યેની ઉદાસીનતા સાધકના અંતઃકરણમાંથી ખસી જશે. અને તેના સ્થાને પ્રાણીમાત્ર પ્રત્યે પેાતા—તુલ્ય પ્રેમ સ્થિર થઈ જડ પ્રત્યેના પ્રેમ-આસક્તિ મેાળી પડીને અંતે સમૂળ નાશ પામશે.
આમ ચૈત્રાદિ ભાવનાઓના ચિરકાળના અભ્યાસ, ચિત્તમાં વમળ પેદા કરનારા એ પ્રવાહા, જડ પ્રત્યેની આસક્તિ અને જીવ પ્રત્યેની ઉદાસીનતા, એક સાથે શમાવી રુ છે. પરિણામે ચિત્ત ઐય સુલભ અને સહજ બને છે,
જૈન તત્ત્વ રહસ્ય