________________
વિષયથી પ્રાપ્ત થનારાં સુખ, અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવાં છે. પરિણામે અસુંદર છે. સ્વ-અને પરનાં વૈષયિક સુખને જોઈને સંતુષ્ટ થવું એ સાચી પ્રમાદ ભાવના નથી.
સાચી પ્રમેદ ભાવના તે પરિણામે સુંદર હિત–મિત અને પથ્ય આહારના પરિભેગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવાં સુખ પોતાને મળે ત્યારે જે સ્વાભાવિક આનંદ થાય છે. તેવો જ આનંદ પરનાં સુખે જોઈને થ જોઈએ.
આત્મિક સુખોની પરાકાષ્ટા સંપૂર્ણ મેક્ષ ક્ષયાદિથી ઉત્પન્ન થનારા અવ્યાબાધ અને શાશ્વત સુખ સ્વરૂપ મેક્ષમાં છે. એ મોક્ષ સુખને પ્રાપ્ત થયેલા મહાપુરૂષના સુખને જોઈને હૃદયમાં અહાદ થ એટલું જ નહિ, પણ એ મેક્ષ–સુખના માર્ગે રહેલા મહા મુનિવરથી માંડીને સમ્યગ દૃષ્ટિ અને માર્ગાનુસારી પર્યંતના જીના ગુણે અને સુખે જોઈને હર્ષિત થવું, તે પણ પ્રદ ભાવનાનો મુખ્ય વિષય છે.
એ હર્ષ પ્રગટ કરવામાં મુખ્ય સાધન, મન, વચન, અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી વંદન–નમસ્કારાદિ વડે પ્રમોદ ભાવના પ્રગટ થઈ શકે છે.
ગુણ આત્માની સ્વ-પર ઉભય કૃત વંદનાદિ પુજા જેઈને સર્વે ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે અમેદ ભાવના પરિપૂર્ણ થાય છે.
જેન તવ રહસ્ય
[ ૧૬૭