________________
એ ઉપદેશને પરિણામે આજે પણ વીતરાગ અને નિર્ગસ્થની ઉપાસના માટે રાત્રિ ભોજન ત્યાગ, અભય પદાર્થોને ત્યાગ, આયંબિલને તપ વગેરે અનેકાનેક વસ્તુઓ જિનમતના અનુયાયીએ શ્રદ્ધાપૂર્વક આચરી રહ્યા છે.
તેમાં પણ છેલ્લા ૪૦ વર્ષના શ્રી જૈન સંઘના ઈતિહાસમાં શ્રી નવપદજીની આરાધન નિમિત્તે ઠેર–ઠેર આયંબિલની ઓળીઓ અને તેમાંય પણ એક વર્ણન ધાન્યની એાળીઓ તથા અલૂણી એળીઓ તથા શ્રી વર્ધમાન તપ આયંબિલની ઓળીઓ અને આઠમ ચૌદસ આદિ પર્વોના દિવસોએ આયંબિલના વિધિપૂર્વકના તપની અસાધારણ વૃદ્ધિ થઈ રહી છે. તે નિકટમાં કઈ પ્રભાવી પુરુષ, અતિશાયિ પુરુષના આગમનની વધામણી આપી રહી હોય તેમ જણાય છે.
કેટલાક માણસે આયંબિલયની વૃદ્ધિને નિર્બળતાની નિશાની માને છે, તે તેમની ઘોર અજ્ઞાનતા સમજવાની છે.
આયંબિલને તપ બેકારીના કારણે કે ભૂખમરાને લીધે થાય છે એમ માનવું તે પણ તેટલું જ અજ્ઞાન સૂચક છે.
આયંબિલ તપની રચના જ એવી છે કે સંવેગ અને વૈરાગ્યની અંશે પણ વૃદ્ધિ થયા વિના તેમાં મન જઈ શકતું નથી.
એટલા માટે જ્ઞાની ભગવતેએ તપને દુખરૂપ માન્યું નથી, પણ જ્ઞાન, વૈરાગ્ય અને સંવેગરૂપ માને છે.
-૧૫૬ ]
જૈન તત્વ રહસ્ય