________________
B
જૈન ધર્મનું રહસ્ય દુનિયામાં બે પ્રકારના પદાર્થો છે. કેટલાક દશ્ય છે, કેટલાક અદશ્ય છે.
દશ્ય પદાર્થોને દેખવા માટે ચક્ષુ આદિ ઈન્દ્રિયે સિવાય બીજા સાઘનેની જરૂર પડતી નથી.
અદેશ્ય પદાર્થો કેવળ ઇન્દ્રિાથી જોઈ શકાતા નથી. તેને જોવા માટે બીજા પદાર્થોની સહાય લેવી પડે છે. જેમકે પર્વતની ટોચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળતી ધૂમ્રસેરની સહાય લેવી પડે છે અને એ ધૂમ્રસેરને જોઈને તે પુરુષ પિતાની આંખને અદશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે.
એજ ભૂતલના તલ નીચે છૂપાએલા વૃક્ષના મૂળને જાણવાને કે આકાશના વાદળ નીચે ટંકાએલા સૂર્યના કિરણને જાણવાને વૃક્ષના પાંદડાં જે લીલાછમ છે, તેના પર ફૂલ-ફળ નિયમિત ઉગે છે, તે તે વૃક્ષનું મૂળ ભુમિમાં અવશ્ય સાજુ તાજુ અને અખંડિત છે, એમ નિશ્ચિત થાય છે અથવા વાદળની ઘન ઘર છાયા વખતે જે હજી રાત્રિ થઈ નથી પણ દિવસ છે, એમ સમજી શકાય છે, તો તે
૨ ]
જૈન તત્વ રહસ્ય