________________
તેમજ વર્તમાન કાળે પણ આ મહાન તપ કરનારા અનેક પુણ્યાત્માએ શ્રી જૈન સંઘમાં વિદ્યમાન છે.
બળનું કારણ કેવળ આહાર નહિ. પણ પુણ્ય છે. લૂખું ખાવાથી અશક્તિ આવે કે નહિ?
આવે અને ન પણ આવે. ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજી છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કરતા હતા. તેમ છતાં શરીર ઉતરતું ન હતું.
આજે પુણ્યશાળીઓ તપ કરે છે, છતાં તપ નહિ કરનારા કરતાં તેમનાં શરીર વધારે ખડતલ અને કાર્યક્ષમ દેખાય છે. તેમ છતાં તેવું શારીરિક પુણ્ય જેઓનું નથી. તેઓને માટે તપના પારણે પરિમિત વિગઈ લેવાને નિષેધ નથી. વિગઈઓનું સેવન જેમ રોગ વૃદ્ધિને હેતુ છે. તેમ સકારણ તેનું સેવન રોગ નિવારણ કરનાર પણ થાય છે.
હૃષ્ટપુષ્ટ અને બળવાન કાયા વાળાને માત્ર ધાન્યથી શરીર બરાબર નભી શકે છે. નિર્બળને માટે અપવાદ છે. અને તે અપવાદના માર્ગે તેને ઔષધની જેમ વિગઈ આદિ રસનું સેવન ગુણકારક પણ બને છે.
પુણ્યના ઉદયવાળા લૂખું અને રસ વગરનું ખાવા છતાં સશક્ત અને નિરોગી હોય છે અને પાપના ઉદયવાળા ચેપડયું અને નિષ્પ વાપરવા છતાં અશક્ત અને રિગી હોય છે.
૧૩૪ ]
જૈન તત્ત્વ રહસ્ય