________________
-નુકસાન કારક નીવડે છે અને પરિણામે અંદરો અંદર રોજે રોજ નવી નવી અથડામણે ઊભી થાય છે, તેથી આરાધના વિબ પ્રચુર બની જાય છે.
જગતમાં મોટે ભાગે જે અશાન્તિ દેખાય છે, તેનું મુખ્ય કારણ એ છે, કે દરેક જીવને પિતાના વિચાર અને પિતાના સિદ્ધાંત પર એટલે બધે મદાર હોય છે, કે તેમાં જે કંઈ તેની ઈચ્છા વિરૂદ્ધ દખલ કરે છે, તે તે - તરત જ ઉશ્કેરાઈ જાય છે. પોતાના દરેક આચાર વિચારમાં તે હંમેશાં સ્વતંત્ર રહેવા ઇરછે છે અને તેમાં જે ડેઈ ઉપકાર બુદ્ધિથી પણ વચ્ચે પડે છે, તે અથડામણ - ઊભી થયા સિવાય રહેતી નથી.
તેથી જ શાસ્ત્રકારોએ મુનિએ માટે ઈચ્છા સામાચારી બતાવી છે. અને સામાનું હિત કરવું હોય તે તેમાં તેની ઈચ્છા કરાવ્યા પછી કરવું એવી આશા છે. કારણ કે હિત પણ સામાની ઈચ્છા જગાડ્યા સિવાય થઈ શકતું નથી. જે ખરેખર એમ થઈ શકતું હોત, તે અનંત કરુણાવંત શ્રી તીર્થકર ભગવંતે એ સર્વ જીવોને કયારનાયે મુક્તિમાં પહોંચાડી દીધા હેત.
ઇચ્છા એ એક એવી વસ્તુ છે કે તે જાગ્યા પછી માણસ બહુજ હર્ષભેર તે દિશામાં કાર્યરત બની જાય છે.
ઈચ્છાના બળે જીવ કરવતથી પિતાનું શરીર રાજી ખુશીથી કપાવે છે, ઈચ્છાથી જીવ સળગતી ચિતામાં ઝંપ
- જૈન તત્વ રહસ્ય
[ ૧૨૧