________________
શ્રી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓને પણ મુનિઓમાં સમાવેશ થાય છે. | મુક્તિ પ્રાપ્તિ માટે મુખ્ય–દેરી–માર્ગ મુનિ ધર્મનું યથાર્થ પણે પાલન કરવું તે છે. તે સિવાય મુકિતના બીજા બધા માર્ગો–એ અપવાદિક માર્ગો છે. અને તે માર્ગેથી કેઈ જીવ કવચિત જ મુકિતમાં જાય છે. | મુનિ ધર્મનું આ માહાસ્ય લખવાની પાછળ મુખ્ય હેતુ, એ રહે છે, કે આવા પ્રકારના ઉત્તમ ફળદાયક અને સર્વ શ્રેષ્ઠ મુનિ ધર્મને સ્વીકાર કર્યા પછી તેનું કેવી રીતે પાલન કરવું કે જેથી સ્વીકાર કરેલું મુનિ પણું સારી રીતે સફળ થાય.
શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલું આ મુનિપણું એવા પ્રકારનું છે, કે તેનું પાલન ઘરમાં બેસીને અથવા એકલા વસીને થઈ શકતું નથી, પણ તે માટે ગુરૂ કુળવાસમાં વસવું પડે છે.
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોએ સંયમ પાલનના જે ફાયદાઓ બતાવ્યા છે, તે ફાયદાઓ માટે જે વિધિ બતાવી છે, તેનું યથાર્થ પાલન કરવામાં ન આવે, ત્યાં સુધી તે ફાયદાઓ કદી પણ પ્રાપ્ત થતા નથી.
જે સંયમ એક જ ભવમાં મુક્તિ અપાવે, તે સંયમનું અનેકવાર પાલન કર્યા છતાં પણ જે આપણી મુક્તિ થઈ નથી, તો તેનું કારણ આજ્ઞા મુજબની વિધિપૂર્વકની આરાધનાની કચાશ છે.
જૈન તત્વ રહસ્ય
[ ૧૧૫
પ