________________
સતત આરાધન કરી રહ્યા હોય છે. અને તે દ્વારા શ્રી પરમેષ્ઠિ ભગવતે સાથે તન્મય ભાવને પામી રહ્યા હોય છે એ બધાને લાભ મહામંત્રનું સ્મરણ કરનારને અદશ્ય અને અગમ્ય રીતે મળતું હોય છે.
બીજા મિત્રોની જેમ મહામંત્રની સાધનાની પણ વિધિ છે, વિધિનું બહુમાન–એ સંવિધાનનું બહુમાન છે સંવિધાન એટલે શ્રી જિનેશ્વર દેવે ફરમાવેલા શાસનના બંધારણનું બહુમાન.
અવધિએ દોરે પણ સોયમાં પરોવી શકાતું નથી, તે મનને શ્રી નવકારમાં શી રીતે પરોવી શકાય?
પવિત્ર ક્ષેત્રમાં અનુકૂળ આસને શરીર ગોઠવી, શુદ્ધ વસ્ત્રો પહેરી, મનને મૈત્રાદિ ભાવે વડે વિશુદ્ધ કરી, પૂર્વ યા ઉત્તર દિશામાં અથવા શ્રી જિન પ્રતિમા સન્મુખ બેસી, આંખેની આંખ મીંચી રાખી, ઉત્તમ ભાવ પૂર્વક ચિંતામણિ રત્ન કરતાં અનંતગુણ ચઢીયાતા મંત્રાધિરાજ શ્રી નવકારનું સ્મરણ કરવું જોઈએ. તે સાધના સમયે બધા જ પ્રાણેમાં અપૂર્વ ઉલ્લાસ ન જાગે તે સમજવું કે આપણું અંતઃકરણમાં હજી ભવરાગ બેઠે છે.
પ્રભુ-રાગ, ત્યારે જાગે છે જ્યારે પ્રભુજીના અનંતાઉપકારને પુનઃ પુનઃ સ્મરણ મનનમાં મન તરબળ બને છે.
શાસ્ત્રમાં ઈષ્ટ દેવતાનું સ્મરણ એ આદિ ધાર્મિક પુરૂષનું પ્રધાન લક્ષણ કર્યું છે. તેથી શ્રી જિનેશ્વરેદેવના
૮૮ ]
જૈન તત્વ રહસ્ય