________________
પ્રતિમા–પૂજન
-પા
==
,
, :-
૪,
ક
ન
થતા પંચેન્દ્રિયના વધવાળા કાર્યને ધર્મકાર્ય ગણું પણ શકાય નહિ, કારણ કે તે કાર્ય તે માણસાઈથી વિરુદ્ધ છે. તે શકય અહિંસાનું ઉત્કૃષ્ટપણે પાલન કરનારા તેમજ તે મુજબના ઉપદેશને આપનારા સાધુ સાધ્વી સંઘના પગલે જીવની જયણાં સાચવીને જીવનારા શ્રાવક શ્રાવિકાદિ વર્ગને શ્રી જિનપૂજા સમયે પણ બધા જીવને અભય આપનારા પદની જ અભિલાષા હોય છે, એટલે પૂજાને ઉચ્ચ અહિંસા પેદા કરનારૂં મહાન કાર્ય સવ તત્વચિંતકોએ માન્યુંસ્વીકાર્યું છે.
અહિંસાથી જેમ ચારિત્રાવરણીય કર્મ નાશ પામે છે, તેમ સર્વ વિરતિના ધ્યેયથી થતું પૂજન પણ ચારિત્ર મોહનીયાદિ દુષ્ટ કર્મની પ્રકૃતિઓને ક્ષય કરે છે. ઉભયથી એક જ કાર્ય સિદ્ધ થતું હોવાથી અહિંસા અને શ્રી જિનપૂજા ઉત્સર્ગ -અપવાદ રૂપ બની શકે છે, પરંતુ સ્વર્ગાદિની સમૃદ્ધિ માટે પંચેન્દ્રિય જીવને વધ કરીને પૂજન કરવું તેમાં હિંસા અને પરિગ્રહ ઉભય પાપનું પિષણ થાય છે, તેથી એ ઉત્સર્ગ–અપવાદરૂપ બની શકે નહિ.
પ્રાપ્ત થયેલા સંયમને ટકાવવા વગેરે માટે નદી ઉતરવામાં લાભ થાય છે, તે પછી અપ્રાપ્ત સંયમની પ્રાપ્તિ માટે દેવપૂજાદિમાં પ્રવર્તી નારને પણ લાભ કેમ થાય નહિં ? અવશ્ય થાય. શ્રી જિનેશ્વરે દેવના પૂજનની પાછળ ગુણપ્રાપ્તિ, વૈરાગ્ય, માર્ગાનુસારિતા, દુ:ખક્ષય અને કર્મક્ષયાદિ આત્મ કલ્યાણકર વસ્તુઓનું જ ધ્યેય છે. એવા ઉત્તમ ધ્યેયથી પૂજન કરનારે હિંસાના ફળને પામે, તે પછી અહિંસાના ફળને કેણ પામી શકે ! તે શોધવું તે સર્વથા અશક્ય જ છે. i, શ્રી જિનેશ્વર.દેવના-પૂજનમાં પશુ વગેરેનું કે અભક્ષ્ય પદાર્થોનું
વેદ્ય ધરવાનું હોતું નથી કે અપેય વસ્તુઓ વગેરેથી પ્રક્ષાલન કરવાનું ડાતું નથી. જોકે ચોરી કરીને પણ પૂજન કરવાનું હોતું નથી ઓછામાં ઓછું દેશવિરતિ ધર્મની ભૂમિકાથી નીચુ પાડનારું એક પણ કૃત્ય શ્રી જિનપૂજામાં આચરવાનું હોતું નથી.
સચિત્ત પાણી, વાયુ વીંઝણ, અગ્નિ સમારંભ, વનસ્પતિ ભક્ષણ, કાચી માટી અને કાચું મીઠું જેણે છોડ્યું હોય છે, તેને દ્રવ્ય પૂજનના
-
-
-
-
છે