SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રતિમા–પૂજન જળવા મુશ્કેલ પડે. કારણ કે તેઓ હજી સંપૂર્ણ કર્મ રહિત થયા નથી પણ થવાના માર્ગે આગળ વધી રહેલા છે. તે જ રીતે મૂર્તિ પૂજક એટલે પૂર્ણ નીતિમાન–એવી વ્યાખ્યા બાંધવા જઈએ તે માટે અનર્થ થાય. અનીતિને પક્ષ ન કરાય તે સાચું, પણ સંપૂર્ણ નીતિમય જીવન કેઈ માણસ થોડા કાળની ભક્તિથી ભાગ્યે જ પામી શકે છે. પડતાં આખડતાં ચાલતા શીખતા બાળકની જેમ બાળકક્ષાના આવે પણ મતિપ્રજાના પ્રભાવે કાળક્રમે સંપૂર્ણ શુદ્ધ નિર્દોષ જીવન જીવવાની યેગ્યતા હાંસલ કરે છે. એક શાળાના ૪૦ વિદ્યાર્થીઓમાં એક જ વિદ્યાથી પહેલા નંબરે પાસ થાય છે. તે શું બાકીના ઓગણચાળીસને નાપાસ સમજવા ના. એ તે અયથાર્થ ગણાય. બસ, આ જ ન્યાય મૂર્તિપૂજકને પણ લાગુ પડે છે, લાગુ પાડવો જોઈએ. હા, આપણે એ વાત ભાર દઈને કહેવી જોઈએ કે ભાઈઓ ! ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વક શ્રીજિનપૂજામાં તન્મય બની જવામાં જ માનવ જન્મની સાર્થકતા છે. પણ માંડ-માંડ પૂજાના માર્ગે ચઢેલા કોઈને ખોટી ઠેસ પહોંચાડવી ન જોઈએ. ઉત્તમ ભાવેત્પાદક ગીત, નૃત્ય અને સંગીતને જે ત્રિવેણી સંગમ દેવાધિદેવની ભક્તિ કરતાં–થાય છે. તેમાં એક મિનિટ પૂરતી પણ ડૂબકી મારવાને વીલાસ જાગ્યા સિવાય ભાગ્યે જ રહે છે. આ મહાન લાભ દેવાધિદેવના ભવ્યાતિ ભવ્ય દરબારના દરબારીને જ મળે છે. સ્થૂલ લાભનું જે ગણિત છે. તેના કરતાં નિરાળુ સૂકમ લાભનું ગણિત છે. તે ગણિત અનુસાર એકને થતે લાભ, અનેકને લાભપ્રદ નીવડે છે. એક ભાવિક દહેરાસરમાં અર્ધા કલાક ભક્તિની રમઝટ લાવે છે, તે ત્યાંના સમગ્ર વાયુ–મંડળ ઉપર તેની પવિત્ર અસર ફેલાય છે અને તેને લાભ ત્યાં રહેલા તેમજ આવનારા ભાઈ બહેનને પણ મળે છે. સ્વરૂપવાન યુવતીનું ચિત્ર જેવાથી કામ-વિકાર જાગતે હેવાની જગપ્રસિદ્ધ હકીકત શાન્તાકાર શ્રી જિન પ્રતિમાના દર્શનથી તુચ્છ રાગ ક્ષીણ થતું હોવાના સમર્થનમાં જ પરિણમે છે. માટે પૂજ્યતમ પરમાત્માની પ્રતિમાને પૂજવાની અગત્યને જીવનમાં અગ્રિમતા આપવી તેમાં બુદ્ધિની સાકતા છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy