SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રતિમાપૂજન ઉત્તરોત્તર વધુ મલિન બને, તેમજ દાન-શીલ તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કરવા માટે મળેલ માનવભવ વેડફાઈ જાય. આહાર, નિદ્રા, ભય, મૈથુન આદિ સંજ્ઞાઓ તે પશુઓને પણ વળગેલી છે. જે માણસ પણ તે જ વળગાડને “જીવન” માનીને જીવે. તે તે “પશુ ને સારો કહેવરાવનાર ન ગણાય? દેવપદથી ઊંચા પદની પ્રાપ્તિ માટેની ધર્મારાધના, એક માનવના ભવમાં જ થઈ શકે છે. માટે તે દેવદુર્લભ ગણાય છે. આવા અણમોલ માનવભવનું યથાર્થ મૂલ્ય આંકવાની દષ્ટિ તેમજ તે દષ્ટિ મુજબ ચાલવાની સદ્દબુદ્ધિ શ્રી જિનપ્રતિમાની ભક્તિથી જાગે છે. માટે શ્રી જિન-પ્રતિ માને “ભવજલનિધિ પિત’ ભવસાગરથી તારનારી નૌકાની યથાર્થ ઉપમા છે. - જળાશયમાં આસાનાથી તરવા માટે શરીર ઉપર ભાર ઉતારી દેવે પડે છે, તેમ ભવસાગર પાર કરવા માટે આત્માને વળગેલા કર્મોને ભાર ઉતારી દેવું પડે છે. અત્યંત કઠિન આ કાર્ય કઈ માનવી માત્ર સ્વ-પ્રયત્ન સફળતાપૂર્વક પાર પાડી શકતું નથી. પણ તે માટે તેને શ્રેષ્ઠતમ સહાય-આલંબનની જરૂર પડે છે. પિતાના પગમાં પેસી ગયેલા કાંટાને પણ માણસ સેય કે તેવા અણીદાર પદાર્થની મદદ વડે જ પગમાંથી બહાર કાઢી શકે છે. તે પછી આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા ભાવમળને આપણે કેવળ સ્વ પ્રયત્ન દૂર ન કરી શકીએ, તે સ્વાભાવિક છે. અસાધારણ કેટિનું આ કાર્ય તેવા જ અસાધારણ કક્ષાના માધ્યમની મદદની અપેક્ષા રાખે છે. શ્રીજિનપ્રતિમા વડે આ અપેક્ષાઓ સંતોષાય છે. માટે મૂર્તિપૂજામાં નહિ માનનારા માણસો પણ પિતાના આત્માની શુદ્ધિ માટે કઈને કઈ આકારનું આલંબન ગ્રહણ કરે છે. આવા આલંબનોમાં મૂર્તિ એઉત્કૃષ્ટ આલંબન છે. એટલે તે અનુભવી મહાસંતો જણાવે છે કે તમે શ્રી જિન પ્રતિમા સન્મુખ ઊભા રહો ! આટલું કરશે તે પણ મોરને જોતાંની સાથે નાસભાગ કરતા સર્પ સમૂહની જેમ, આત્માને વળગેલા કર્મોરૂપીસર્પ નાસભાગ કરવા માંડશે. કારણ કે તમે બીજા કેદની સન્મુખ નથી ઊભા. પણ શ્રીજિનેશ્વર પરમાત્મા રૂપી મેરની સન્મુખ ઊભા છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy