SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨૩ મું ૨૩૩ જરા મૃત્યુના દુઃખથી મુક્ત થાય છે. જ્યારે કાગળના કટકા પર લખેલો તે, દરેક મનુષ્યને જ્ઞાન કે આનંદ આપનારે થતો નથી તથા તેને જેનાર બધાંના જન્મ મૃત્યુનાં દુઃખોનો નાશ કરતો નથી, તે પણ અનુભવી પુરુષો જાણે છે કે – એજ ઓમકાર શબ્દ તેના વિધિપૂર્વક કરેલા જાપ અને ધ્યાનથી બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે છે. નિરક્ષર ગામડીઆને ઓમકાર (ઓ એ એવા શબ્દથી) પેટમાં ચૂંક આવવાની બ્રાન્તિ પેદા કરનાર થાય છે. જ્યારે જ્ઞાનીને મન પરમાત્મા કે બ્રાના સ્વરૂપનો બોધ કરાવવા માટે, તે આજ સુધી શોધાયેલા સર્વ શબ્દમાં સર્વોપરિ પ્રતીત થાય છે, પ્રત્યેક શાસ્ત્ર અને મંત્રમાં તે પ્રધાનપદ ધરાવે છે અને પ્રારંભમાં તેનું જ સ્થાપન કરવામાં આવે છે. “આકારવાળી મૂતિ નિરાકારનો બંધ કરાવવા અસમર્થ છે?—એવું ખરા અંતઃકરણથી માનનાર ઓમકારનો જાપ કરી શકે નહિ પરંતુ જે મુર્તિ સ્વરૂપ ઓમકાર પરમાત્માનો બોધ કરાવી શકે તો પરમાત્માને બોધ કરાવનાર બીજી આકૃતિ અને મૂતિઓને નિરર્થક કે હાનિકર કહીને. પ્રણવનું ચિંતન પરમાત્માને સાક્ષાત્કાર કરાવી શકે અને મૂતિ ન કરાવી શકે. એમ કહેવા માટે કોઈ પણ પ્રમાણ ખૂથી. મૂતિ એ પરમેશ્વર છે. એવું મૂર્તિને પૂજનારા એકાતે માનતા નથી, પણ મૂતિ પwત એ પમેશ્વરની ઉપાસના કરવાનું તથા તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ સાધન છે એમ માને છે. મૂર્તિપૂજકો પાષાણ, ધાતુ, કાષ્ટ કે માટી કે તેની અમુક ઘાટની ઘડેલી આકૃતિને જ ઈશ્વર માનતા નથી. પથરા, ધાતુ, લાકડા કે માટીને જ જે તેઓ ઈશ્વર માનતા હોત, તે જગતમાં તે વસ્તુઓ જ્યાં જ્યાં હોય તે સર્વની તેઓ પૂજા કરતા હોત, પરંતુ કઈ પણ મૃતિ પૂજક પિતાના ધર્મસ્થાનના ઓટલાના પાષાણને, લાકડાના સ્થાને કે આંગણામાં પડેલી માટીને કદી પૂજતા નથી અગર પાપાણ વગેરેની આકૃતિને જ જે ઈશ્વર માનતા હતા, તે મૂર્તિઓ વેચનારની દુકાને જઈને પગે લાગત અને શસ્ત્ર, અલંકાર કે નૈવેદ્ય વગેરે ધરાવત, પણ આ પ્રમાણે કઈ પણ મૂર્તિપૂજક કરતે અનુભવમાં આવતું નથી આથી સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજhભૂતિને જ ઈશ્વર માનતા નથી, કિન્તુ મૃતિરૂપ દ્વારા વડે તેઓ કોઈ અન્ય અગમ્ય વસ્તુને જ ઈશ્વર માને છે. તેમજ તેની પૂજા-ભક્તિ કરે છે અગમ્ય ઈશ્વરનું ભાન કરવા માટે મૂર્તિપૂજક મૂર્તિને આશ્રય લે, તેમાં બેટું શું છે ? ' પાન કાર, જાન જતા : ક ન '* * * * * * * *
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy