SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૨ મું ૨૨૫ ગ્રન્થ એ શ્રી વીતરાગના વચનને જાણવાનું અને સમજવાનું સાધન છે, તેમ મૂતિ એ સાક્ષાત શ્રી વીતરાગ પરમાત્માને જાણવા અને ધાવવા-એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાનું બેનમૂન સાધન છે. ગ્રન્થ દ્વારા જ્ઞાન મેળવવા માટે જેમ વ્યાકરણ કાવ્ય, કષ અને ન્યાય શાસ્ત્રાદિના અધ્યયનનું અને તે દ્વારા અક્ષરોના સંકેતનું તથા વાકય, મહાવાકય અને ઔદંપર્યાર્થ પર્યતનું જ્ઞાન મેળવવાની આવશ્યકતા રહે છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માની મૂર્તિ દ્વારા શ્રી વીતરાગ અને વીતરાગતાનું જ્ઞાન મેળવવા માટે શ્રી વીતરાગના સ્વરૂપનું, શ્રી વીતરાગના ગુણોનું, શ્રી વીતરાગ શક્તિનું, શ્રી વીતરાગની પૂર્વાપર અવસ્થાનું, શ્રી વીતરાગના શાસનનું, શ્રી વીતરાગના શાસનના આરાધકનું શ્રી વીતરાગના શાસનની આરાધનાનું, તેના ફળનું, ફળની પરંપરા વગેરે-વગેરેનું યથાસ્થિત જ્ઞાન ચિત્તમાં પ્રગટ કરવાની આવશ્કયતા રહે છે. એ જ્ઞાન જેમ જેમ પ્રગટ થતું જાય છે અને ચિત્તમાં જેમ જેમ સ્થિર થતું જાય છે, તેમ તેમ શ્રી વીતરાગનો મૂર્તિને દર્શનથી, શ્રી વીતરાગના સાક્ષાત દર્શન અને સમાગમ એટલે લાભ મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જ ઘાચારણ અને વિદ્યાચારણ જેવા લબ્ધિધર તથા અપ્રમત્તદશાએ પહોંચેલા મુનિવરે પણ જ્ઞાન-ધ્યાનમાંથી સમય કાઢી, શ્રી નંદીશ્વરાદિતીમાં રહેલાં શાશ્વત ચૌઢ્યા અને મનુષ્યલોકમાં રહેલા બીજા અશાન યાત્રાએ જવાનો ઉલ્લેખ મળે છે, તે એમ સિદ્ધ કરે છે કે જ્ઞાની સડSિSઓને પણ શ્રી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવા માટે શ્રી વીતરાગના બિનું જ એક શરણ સ્વીકારવું પડે છે.” ત્રણે ભુવનમાં શ્રી વીતરાગનાં મનહર બિંબ અને સૈ દ્વારા જે ઉપકાર થઈ રહ્યા છે, તે અનુપમ છે, પરંતુ તેની યથાર્થ કદર જ્ઞાની આત્માઓ જ કરી શકે છે, એ કારણે ચાર જ્ઞાનના ઘણી શ્રી ગૌતમ સ્વામીજી તથા શ્રત કેવળા ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વધર અને બીજા શ્રત કેવળી મહાપુરુષોએ પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત અને અશાશ્વત શ્રી જિનચ અને શ્રી જિનબિંબને નમન, વંદન અને ભક્તિ કરવા માટે તત્પરતા દાખવી છે. શાસ્ત્રો ફરમાવે છે કે, આ પંચમ કાળમાં જીવને તરવાનાં બે સાધન છે, એક શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વરદેવ પ્રણિત આગમ અને પ્ર. પૂ. ૧૫ માતા કી ' " " મા . . . . * * * * * * * * * * *
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy