SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રતિમા પૂજન દેવાધિદેવની મુર્તિ અને દેહેરાસરના પ્રભાવને ઈન્કાર કરે એટલે ઝળહળતા સૂર્ય, તેનાં કિરણે અને પ્રકાશના અસ્તિત્વને ઈન્કાર કર-એમ કહેવામાં કશું ખોટું નથી. સ્થાનને પણ અવશ્ય પ્રભાવ છે. સ્થાનમાં પ્રભાવ તેના અધિષ્ઠાયક મૂર્તિ આદિનો પડે છે, પ્રભાવક મૂળ વ્યક્તિની ગેરહાજરીમાં તેના પ્રભાવને વિસ્તારનાર-કાયમી બનાવનાર તેની મૂતિ અને મંદિર છે અને એટલા માટે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની સ્તુતિ કરતાં પ્રતિભાસંપન્ન કવિઓએ ગાયું છે કે " किंब्रीकमयी किमुत्सवमयी-प्रेयोमयी कि किमु ज्ञानानन्दमयी किमुन्नतिमयी कि सर्व शोभामयी । इत्थं कि किमिति प्रकल्पनपरस्त्वन्मूर्तिरुद्विक्षिता, कि! सर्वाऽतिगमेव दर्शयति सध्यान प्रसादान्महः ॥" અર્થ -શું આ મૂતિ બહામય છે? શું ઉત્સવમય છે? શું કલ્યાણમય છે ? શું જ્ઞાનના આનંદમય છે ? શું સર્વ શોભામય છે? એ રીતની કલ્પનાઓમાં તત્પર એવા કવિઓ વડે જેવાયેલી આપની મૂર્તિ સદ્દધ્યાનના પ્રસાદથી સર્વને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાનરૂપ તેજને દેખાડે છે. મૂતિ પાષાણની કે ધાતુની હોવા છતાં, કવિઓને તે બ્રહ્મમય, ઉત્સવમય, કલ્યાણમય, જ્ઞાનમય, આનંદમય, ઉન્નતિમય, સર્વ શેભામય કે કેવળજ્ઞાનરૂપી તેજના પંજમય લાગે છે, તે કેવળ અતિશક્તિરૂપ કે ભાષાના અંલકારરૂપ છે, એમ સમજવાનું નથી, પણ તે એક પરમ સત્ય છે. જેમ ગહન જ્ઞાનને સમજાવનાર કેઈ ગ્રન્થવિશેષ, કાગળ અને શાહીના સમૂહરૂપ સાધારણ વસ્તુને બનેલું હોય છે, તે પણ એકાગ્ર ચિત્તથી તેનું અધ્યયન કરનાર વિદ્વાન પુરુષને તે જ્ઞાનના પંજેરૂપ અને ચૈતન્યના ભંડારરૂપ સમજાય છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માની મૂતિ પણ તેની દેશને કરનાર જ્ઞાની પુરુષને સાક્ષાત વીતરાગટ્ય દેખાય છે અને તેનો ચિત્તમાં શ્રી વીતરાગના ગુણોને પ્રતિબિંબિત કરે છે. બીજા શબ્દોમાં કહીએ, તે -શ્રી વીતરાગ પાસે જવા માટે, વીતરાગતાની ઉચ્ચ કક્ષાએ ચઢવા માટે - મૂર્તિ -એ સાક્ષાત નિસરણી રૂપ છે." / કપ - - - i , મામા નામના વિકાસના કામમાં જ ભાજપને - કાન , , , , ,
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy