SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ પ્રકરણ ૨૧ મું મૂર્તિપૂજાને વિરોધ કરે તે હતું. આખો બગડે એટલે તેને યોગ્ય ઈલાજ કરવો પડે, પણ આંખને ફાડી ન નંખાય પણ એ વિવેક ન જળવાય, તેમાંથી અરબસ્તાનમાં મતિ પુજાને વિધવિમાન થયે. કેવળ આર્ય પ્રજામાં જ નહિ, પણ પાશ્ચાત્ય પ્રદેશોમાં પણ મૂતિ. પૂજાને માટે પ્રચાર હતો. એમ ઐતિહાસિક પુરાવાઓ સિદ્ધ કરે છે. ઓરિદ્રયામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીજીની મૂતિ, અમેરિકામાં તામ્રમય સિદ્ધચકને ગટ્ટો, મેંગેલિયામાં અનેક ભગ્ન મૂર્તિઓના અવશેષ અને મક્કા મદીનામાં જૈનમંદિર (જે હાલ ત્યાંથી ફેરવવામાં આવ્યું છે.) વગેરે મૂર્તિપૂજાના પુરાવા છે. વ્યક્તિગત કઈ મૂર્તિપૂજામાં ન માને એ વાત અલગ છે, પરંતુ વિશ્વ-પ્રવાસ કરવાવાળાઓથી એ વાત અજાણ નથી કે- આજે પણ, મૂર્તિપૂજાના પ્રચાર વિનાને કઈ પણ પ્રદેશ જગતભરમાં શોધ્યે ય જડતો નથી ! | મુસ્લિમ જાતની ઉત્પત્તિ થયા બાદ મુસલમાનેએ ભારત વર્ષ ઉપર અનેક આક્રમણ કર્યા અને ધર્માધતાના કારણે ભારત વર્ષના આદર્શ મંદિરમૂતિઓને તેડી–ફાડી નાખ્યા; તો પણ ૧૫ મી સદી સુધી ભારત વર્ષની આર્યપ્રજા ઉપર મુસ્લિમ સંસ્કૃતિને ખાસ પ્રભાવ પહો નહોતો. | વિક્રમની ૧૩ મી શતાબ્દિમાં દિલ્હી ઉપર મુસ્લિમ સત્તાની હકુમત સ્થપાયા પછી સત્તાના મદમાં આવીને તેઓ અનેક ભદ્રિક અને અજ્ઞાન લોકોને હિંદુધર્મથી ભ્રષ્ટ કરવા લાગ્યા, તો પણ તેમણે સંપૂર્ણ સફળતા મળી નહિ. છેડા-ઘણું જે વિધમી થયા, તે પણ મહદ્ અંશે સ્વાથી અને ધર્મથી અનભિજ્ઞ લોક હતા. તેવા વિકટ સમયે પણ ભારતીય ધર્મવીરે ઉપર અનાર્ય સંસ્કૃતિનો ખાસ કાંઈ પ્રભાવ પડ નહિ. વિક્રમની ૧૪મી સદીમાં દિલ્હી ઉપરાંત માળવા અને ગુજરાતની. ભૂમિ ઉપર મુસ્લિમોની સત્તા કાયમી બની અને ત્યાંની શિલ્પકળા અને મંદિરોનો તેઓએ મોટા પ્રમાણમાં નાશ કર્યો. વિધમી નહિ બનનારાએના ધનમાલ લુંટી લીધા અને તેમને દેહાંત દંડ સુધીની સજાઓ, પણ કરી, તે પણ ધર્મવીર ઉપર અનાર્ય સંસ્કૃતિની અસર ન જ પડી. ઉલટું પ્રતિસ્પર્ધાના કારણે ધર્મ તેમજ મૂર્તિપૂજા ઉપર વિશ્વાસ અને ભક્તિભાવ વધતા જ ગયા.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy