SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પ્રતિમા પૂજન e) હ મ કક્ષાએ જ્યક'r*"લ છે, *A. Fr. ધન જા . * * * * * * * જ કરી પળ-પળે રંગ બદલતા મનને શુદ્ધ અને શાન કરવાનો શ્રેષ્ઠ ઈલાજ પણ આ જ છે. કઈ સંસારી તેમજ છદ્મસ્થનું મન સર્વ કાળે એકસરખા શુભ તેમજ શુદ્ધ પારણામવાળું હોતું નથી, તેથી એવા મનને મદિર બનાવીને તેમાં અદશ્ય મૂતિની કલ્પનાની સ્થાપના કરીને પૂજા કરવામાં ભક્તિની ખામી છે. આટલા વિવેચનથી એ સ્પષ્ટ થશે કે જેટલી પ્રાચીનતા સંસારની છે, તેટલી જ પ્રાચીનતા મૂર્તિપૂજાની છે. તેથી જ સંસારના ઈતિહાસની સાથે સંસારી જીવનો કલ્યાણને માટે પરમ આવશ્યક મૂતિપૂજાને ઈતિહાસ પણ પ્રાપ્ત થાય છે. જેનું કલ્યાણ અને મૂર્તિની પૂજા એ બંનેને આપસમાં ઘનિષ્ટ સંબંધ છે. પરમ પુરુષની મૂર્તિઓના શુભાવહ આલંબનથી સંસારી આત્માઓની પાપ-વાસનાઓ મંદ પડે છે, વિષયકષાયનું જોર ઘટે છે, આરંભ-પરિગ્રહના ત્યાગની ભાવના જમે છે, સન્માર્ગની અભિમુખતા. [કાયમી બને છે અને હંમેશાં ઉચ્ચ ગુણને આદર્શ મળતું રહે છે. બાળક માટે જેવી મા ! ભક્તને તેવી પ્રભુપ્રતિમા ! એ કથન ઘણુંઘણા મહાભકતના ઘણા-ઘણું અનુભવનો નિચોડરૂપ છે, તેને અપલાપ કરવાથી નિર્જળ રણમાં જળ વગર તરફડતા પ્રાણુ જેવી દુર્દશા જીવની થાય છે. 2 મૂર્તિપૂજાને વિરોધ ઉત્પન્ન થવાનાં કારણે છે - મૂર્તિપૂજા યુગ યુગ પ્રાચીન અને કલ્યાણકાર હોવા છતાં, તેને વિધ ક્યારથી અને કેનાથી અને ક્યા કારણથી ઉત્પન્ન થયો, તેને ઇતિહાસ જાણ પણ જરૂરી છે. | વિશ્વાસપાત્ર હકીકતોથી એ સિદ્ધ થાય છે કે વિકમની ૭ મી શતાબ્દિ પહેલાં સમસ્ત સંસાર મૂર્તિપૂજાને ઉપાસક હતે. સૌથી પ્રથમ આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મૂર્તિપૂજાની વિરુદ્ધ ઘોષણા અરબસ્તાનમાં મહંમદ પયગંબરે કરી હતી, કારણ કે તે દેશમાં મૂર્તિ પૂજાના નામે અત્યાચાર ઘણા વધી ગયા હતા. માથા ઉપર વાળ વધી જવાના કારણે માથાને જ કાપી નાખવાની ક્રિયા જેટલી અઘટિત છે, તેટલું જ અઘટિત અત્યાચારને વિરોધ કરવાને બદલે
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy