SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા–પૂજન ને ત્ર - -- -- - - અને જન્મ જાણે છે કે, મૂર્તિના દર્શનથી અમૂર્ત આત્માના દર્શન કરનારી દષ્ટિ ઉઘડે છે. મૂર્તિની પૂજાથા પરમ પકારી પ્રભુનો ઉપકારીની પૂજા થાય છે. મૂતિની સ્તવનાથી જીભ પાવન થાય છે. . . • સકળ લેકને મુક્તિ અને મુક્તિમાર્ગનું ભાન કરાવનારા અને જ્ઞાન પીરસનારા શ્રી જિનેશ્વરદેવ છે. એ હકીક્ત જાણ્યા પછી પણ જે આપણુને શ્રી જિનભૂતિ શ્રી જિનરાજ તુલ્ય ન લાગે તો તે ભારોભાર અવિવેક છે. " એક ભોમિયાને હોંશે હોંસે આંગળી આપી દેનારા માર્ગભૂલ્યા પ્રવાસી જેવા જ આપણે છીએ, તેમ છતાં વિવિધ ગ્રન્થિઓ, પૂર્વગ્રહો, વિપરીત માન્યતાઓ વગેરેને વશ થઈને ભીષણ ભવસાગરથી તારનારી મૂર્તિનું આલંબન લેતાં આપણે ખચકાઈએ છીએ. આ ખચકાટ જે આપણા મનમાં હોય, તે આપણે મુમુક્ષુ છીએ, એમ શી રીતે. કહેવાય? | મન ચંગા તો કથરેટ મેં ગંગા ! અમે તે ગુણના પૂજારી અને નામમંત્રના આરાધક છીએ ! આવી-આવી વાતે રજૂ કરીને જે કંઈ મૂર્તિ પૂજાની ઉપેક્ષા કરે છે, તે આંખ બંધ કરીને દર્પણમાં પિતાનું મેં જેવાને પ્રત્યન કરે છે, એમ શાસ્ત્રો ફરમાવે છે. આખું પાકશાસ્ત્ર ભણું જનાર માણસ રસોઈ બનાવવાને અવસર આવી લાગે તે એક કુશળ રઈયા આગળ ઝાંખા પડી જાય છે. કારણ કે તે રસેઈ બનાવવાનું જ્ઞાન ભયે છે પણ ગણ્યા નથી. અર્થાત રસેઈ બનાવવાની પ્રેકટીકલ Practical તાલીમ હજી તેણે લીધી નથી. તે જ રીતે સમર્થ મૃતધરને પણ પિતાના મૃતાભ્યાસની પરિણતિ. માટે શ્રી જિનમૂર્તિની ભક્તિ કરવી જ પડે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે, શ્રીજિનમૃતિ અને શ્રી જિનાગમ એ ભવ્ય આત્માને તરવાનાં અનન્ય સાધન છે. આ બાદનને સાધ્ય માનવાં તે વિવેકી પુરુષનું લક્ષણ છે. એકાન્ત નિશ્ચયને આશરે લઈને ઉચિત વ્યવહારની ઉપેક્ષા કરવી તેમાં વિવેકશન્યતા છે.” સંસારીનું મન ચંચળ હોય છે, તેને મુસ્થિર, સુલીન કરવાનો શ્રેષ્ઠ ઉપાય, શ્રેષ્ઠ દ્રવ્ય તેમજ ભાવપૂર્વક શ્રી જિનમૂર્તિની પૂજા સ્તવન કરવી તે છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy