________________
પ્રકરણ ૧ ઇં.
અવશ્ય કરવા જેવાં જેટલાં શ્રેષ્ઠ કાર્યો છે, તેમાં શ્રી જિન પૂજા પ્રથમ નંબર ધરાવે છે. કારણ કે તેમાં આ વિશ્વના પ્રથમ નંબરના શ્રેષ્ઠ આત્માની પૂજા છે, ભક્તિ છે અને સ્તવના છે.
એ કઈ જીવ આ વિશ્વમાં નથી કે જે પોતે પિતાના ક્ષેત્રમાં પ્રથમ નંબર મેળવવા ન ચાહતે હોય. સ્વાભાવિક એવી આ ચાહનાની સિદ્ધિ, તે ક્ષેત્રના પ્રથમ નંબરના પુરુષની અનન્ય ભાવે ભક્તિ કરવાથી થાય છે, તે સર્વવિદિત હકીકત છે. તે જ રીતે માનવ જીવનના ઉત્કૃષ્ટ પદની સાધનાની સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ પદે રહેલા શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમા આદિ ચારે નિક્ષેપાની અનન્ય ભાવે ઉત્તમ પ્રકારનાં દ્રવ્ય વડે ભક્તિ કરવાથી થાય છે. સાધ્ય–સાધનનો વિવેક
જે વ્યક્તિનું સાધ્ય જે પ્રકારનું હોય છે, તેની સાધના માટે તેને તેવા પ્રકારના સાધનનો શ્રેષ્ઠ પ્રકારે ઉપયોગ કરવો પડે છે. મકાનને સાતમે માળ જેનું સાધ્ય છે, તેને ત્યાં પહોંચવા માટે તેટલી જ ઊંચાઈ વાળી નિસરણું કે લીફટનો સહારો લેવો પડે છે. જે તે વખતે તે એવી દલીલ કરે કે, જડને આશરો ચેતન માટે નકામો છે, તો તે ઠેર ઠેર રહે છે, સાતમા માળે એ જઈ શકતો નથી."
તે જ રીતે ઉત્તમ પ્રકૃતિના માણસનું ઉત્તમ સાધ્ય મેક્ષ છે. તેની સાધના સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વદેવના નામ –આકૃતિ આદિ ચારે નિક્ષેપાની અનન્ય ભાવે સેવા-પૂજા દ્વારા જ થાય છે. આવા પૂજકને શ્રી જિનરાજના નામ અને ગુણ જેટલી જ પૂજ્યતમ શ્રી જિન-પ્રતિમા લાગે છે.
એક વિવેક ગુણની વિશેષતા વડે માણસ, પશુ કરતાં મહાન ગણાય છે. આ વિવેક ગુણ વડે આપણે સારાસારનો નિર્ણય કરી શકીએ છીએ. પશુને ભૂખ લાગે છે, તો તે ગમે ત્યાં મેં નાંખે છે, ભૂખે માણસ તેમ કરતાં અચકાય છે. આમ થવાનું કારણ તેનામાં રહેલો વિવેક ગુણ છે.
સાધ્ય નક્કી કર્યા પછી સાધનની પસંદગી વિવેકપૂર્વક કરવી, તે દરેકની ફરજ છે. તો મુક્તિ જેનું સાધ્ય છે, તેને મૂર્તિની ભક્તિ સિવાય શી રીતે ચાલે? વિવેકીને આ વાત તરત ગળે ઉતરે છે. કારણ કે તે
કાકા
/
H ને જાજ
- નાના
H
-
:
ક. -
- -
,
,*
* * * * * કામ મજા,..