SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રતિમા પૂજન - - - (૫) શ્રી મલ્લિનાથ સ્વામી અવેદી હતા, પણ લેક વ્યવહાર માન્ય કરવા સારૂં તેઓ સ્ત્રીઓની પર્ષદામાંજ બેસતા. | (૬) મેહ રાગથી બચવા માટે સાધુને ચોમાસા સિવાય એક જગ્યાએ કારણ વિના, એક માસ કરતાં વધુ રહેવું ન કલપે, પણ જે મોહરાગ બંધાવાનો હોય, તે રહનેમિની જેમ એક ઘડીમાં પણ બંધાય, છતાં પણ એક માસથી વધારે રહે તે જ વ્યવહારને ભંગ થયે ગણાય, અન્યથા નહિ. આ પ્રમાણે વ્યવહાર માર્ગની મુખ્યતાનાં બીજાં પણ સેકડે દષ્ટાંતે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ જેનું લક્ષ્ય છે, એવા યાત્રાળુને ત્યાં પહોંચવા માટે જણાપૂર્વક પ્રવાસ કરે જ પડે છે. એ પ્રવાસ જ કરીને તે પિતાના સ્થાનમાં જ રહીને એમ માની લે કે મારે તે અહીં જ શ્રી શત્રુંજય ગિરિરાજ છે તે તે પિતાના લક્ષ્યથી વંચિત રહે છે. “નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર.” પૂ. ઉપાધ્યાયજી ભગવંતના આ ઉદ્દગારો પણ વ્યવહારની મુખ્યતાનું પ્રતિપાદન કરે છે. નિશ્ચય એ અશ્વ છે. વ્યવહાર એ રથ છે રથ વગરને અશ્વ ક્યાં જવાનું હતું ? જે સ્વયં શ્રી તીર્થંકર પરમાત્મા પણ વ્યવહાર માર્ગનું બહુમાનપૂર્વક પાલન કરતા હોય તે અન્ય સર્વ આત્માઓને તેમનું પાલન કર્યા સિવાય શી રીતે ચાલે? પ્રશ્ન હર - બાર દુકાળમાં (સળંગ બાર વર્ષના દુકાળમાં) સાવદ્યાચાએ ઉપદેશ આપી મૂર્તિ પૂજા કરાવવા માંડી છે, તે પહેલાં તે કંઈ હતું જ નહિ, એમ કેટલાક કહે છે, તે બરાબર છે ? ઉત્તર – શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની વીસમી પાટે શ્રી સ્કંદિલાચાર્ય થયા. તેમના વખતમાં બાર દુકાળ પડયા હતા.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy