SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ અનાજ ન , "A # * * * * * * * * * , ન ત ક , કે જ પ્રકરણ ૧૯ મું જ્યારે ત્રીજો પુરુષ તે મૂળ રકમને ગુમાવી દઈ દેવાળિયે થયો. તેથી મનુષ્ય ભવરૂપ ઉત્તમ રત્નને હારી જઈ નરક, તિર્યંચની નીચ ગતિમાં કર્મવશે જઈ પડશે. એમ સમજવું. ટૂંકમાં કહીએ તે આત્મિક શકિતના અભાવે અથવા તેને પ્રગટ કરવાના ઉપાય પ્રત્યે બેદરકાર રહેવાના કારણે ગાઠની પૂછ બેઈ દરિદ્ર થવા જેવું છે. જે પુણ્યથી તીર્થકર ગેત્ર પણ બધાય છે, એવા પ્રભાવશાળી પુણ્યને નિરાદર કરે તે બેસવાની ડાળ પર જ કુહાડે મારવા જવું બુદ્ધિહીન કૃત્ય છે. પ્રશ્ન ૭૧ – શ્રી જિન પૂજાદિ કાર્યો કરવાં, એ તે વ્યવહાર – ધર્મ છે. જેઓ નિશ્ચયને પામ્યા છે, તેઓને તેવા અધર્મકાર્યની શી જરૂર છે? ઉત્તર – જેઓ વ્યવહાર ધર્મને વખોડી કેવળ નિશ્ચય પર ચાલવાને રસ્તે ગ્રહણ કરવા જાય છે, તેઓ બંનેને ચૂકે છે. કારણ કે શ્રી જિનમાર્ગને વિષે શુદ્ધ વ્યવહારને પ્રધાનપદ છે, કેવળ નિશ્ચયને નહિ. તે સાબિત કરવા માટે અનેક દષ્ટાન્ત છે. જેમકે (૧) શ્રી ભરત મહારાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વેશ બદલવું પડે. તે શું તેમ કર્યા વિના કેવળજ્ઞાન પાછું ચાલ્યું જતું હતુ ? ના, પણ વ્યવહાર સાચવવા માટે ગૃહસ્થને વેશ ઉતારે પડે અને મુનિવેશ ધારણ કરવો પડયો. (૨) સાધુ વરસતા વરસાદમાં સ્વ સ્થાન પર આવે, પણ એકલી સ્ત્રીવાળા સ્થાને ન રોકાય. વળી માર્ગમાં ચાલતાં, જે બીજે માર્ગ ન જડે, તે સાધુ લીલી વનસ્પતિ (હરિત કાય) પર પગ દઈને ચાલે પણ સ્ત્રીના સંઘટ્ટાથી બચે કારણ કે તે લક-વ્યવહારથી વિરુદ્ધ છે. (૩) કેવળજ્ઞાની ભગવંત દિન રાત સરખું દેખે છે, પણ વ્યવહાર સાચવવા માટે રાતે વિહાર ન કરે. (૪) શ્રી મહાવીર સ્વામી ભગવાન નિશ્ચયથી જાણતા હતા કેએ સાધુ ગોશાળાની તેજલેશ્યાથી સ્વર્ગવાસી થશે– પણ વ્યવહાર સાચવવા માટે તેમને બોલવાની મના કરી. પ્ર. પૂ. ૧૩ બટાકા * ** *** .1 * * * * * * * * * * * * * * * * કે ન ન માને છે જ અને 4 *-:---- + .
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy