SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું વળી શ્રી ઠાંણગસૂત્રમાં દેવતાઓ કેવી શુદ્ધ ભાવના ભાવી, તે માટે દેવલોકમાં ન ઉત્પન્ન થયેલે દેવતા દિવ્ય કામગમાં મૂચ્છિત થતું નથી. કામોને અનિત્ય જાણું અતિ વૃદ્ધ, અતિ આસક્ત થતું નથી. તે મનમાં વિચારે છે કે-મારા મનુષ્યભવના ધર્મોપદેષ્ટા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગ૭ના સ્વામી, જેના પ્રભાવથી આ પ્રત્યક્ષ દેવતાની ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવપ્રભાવ હું સમ્યભાવે પામ્ય છું, માટે હું જાઉં, તે ઉપકારી ભગવંતને હું વા, નમસ્કાર કરૂં, સત્કાર કરૂં, સન્માન કરૂં, કલ્યાણકારી-મંગલકારી દેવચૈત્ય એટલે જિનપ્રતિમા, તેની સેવા કરૂં. ઈત્યાદિ. વળી કહ્યું છે કે (તથા વળી દે એવો વિચાર કરે છે કે-) મનુષ્યભવમાં મેટા મોટા જ્ઞાની મહારાજાઓ છે અને તપસ્વીઓ છે, અતિ ઉત્કૃષ્ટ કરણીના કરનાર છે. સિંહગુફા, સર્પબિલે કાઉસ્સગ કરનારા છે. દુષ્કર બ્રહ્મચર્યને પાળનાર છે, માટે હું જાઉં, એવા ભગવાનને વાંદુ, નમસ્કાર કરૂં, યાવત–સેવાભક્તિ કરું. ફરી પણ તેઓ ખેદ કરે છે કેઆ અહે હે ! દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્યજન્મ પામી, પૂર્વભવમાં ગુરુમહારાજના ગે તપસંયમ ગ્રહણ કરી પ્રમાદ છે નહિ, તપ સંયમ રૂડી રીતે પાળ્યા નહિ, આળસથી ગુરુ તથા સાધમી ને વૈયાવચ્ચ પૂર્ણ રીતે કર્યો નહિ સિદ્ધાંત પુરૂં ભણ્યા નહિ, ચારિત્રની મર્યાદા લાંબા વખત સુધી ઉત્તમ રીતે પાળી નહિ, હવે એ સંજોગ ફરી હું ક્યાં પામીશ અને ક્યારે હું હદયમાં શુભ ધ્યાનને ધ્યાવીશ ? મોક્ષપદને હું ક્યારે પ્રાપ્ત કરીશ ? જેથી ગર્ભાવસમાં ફરી આવવું છૂટી જાય” - ઈત્યાદિ શ્રી ઠાકુંગસૂત્રમાં કહ્યા મુજબ ઘણે પ્રકારે શુભ ભાવનામાં લીન થનાર અને શ્રી જિનરાજની આજ્ઞાનું પાલન કરનાર દેવેને અધમી કહેવા – તે ઉચિત નથી. * શ્રીઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને દેવગતિને લાભ મનુષ્યને કહ્યો છે અને આચાર્યભગવાન કહે છે કે અમે પણ તેમજ સદહીએ છીએ.. "धीरस्सयस्स धीरतं, सव्वधम्माणुवत्तिणो । चिच्चा अधम्मं धम्मिठे, देवेसु उववजह ॥१॥"
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy