________________
પ્રતિમા પૂજન પૂજાનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેની ભલામણ બીજે ઠેકાણે આપી છે, કારણ કે-એકજ વાતનું વિવેચન સ્થળે સ્થળે સૂત્રમાં આપવામાં આવે, તો શાસ્ત્ર વધી જાય. તે ભયથી શાસ્ત્રકા૨ મહારાજા એક-બીજા સૂત્રની ભલામણ કરે છે. શ્રી મહાવીર પરમાત્મા તથા ગણધર ભગવતેએ તે તમામ જગ્યાએ સંપૂર્ણ વર્ણન કર્યું હતું, પણ શાસ્ત્રકર્તા સૂત્રને સંક્ષેપ કરવાના અભિપ્રાયથી અરસપરસ સૂત્રેની ભલામણ કરે છે.
બીજું કારણ એ છે કે કેટલાક લેક શાશ્વતી જિનપ્રતિમાની. દેવતા પૂજા કરે એમ તે માને છે, પણ અશાશ્વતી (કૃત્રિમ) મૂર્તિ માનવાને નિષેધ કરે છે. તેઓનાં અંતર્ચક્ષુ ખોલવા સારૂ સૂર્યાસ દેવની ઉપમા આપી છે કે-જેમ શ્રી રાયપણી સૂત્રમાં કહ્યા મુજબ દેવતાઓ નિરંતર શાશ્વતી મૂર્તિએ પૂછ, પિતાનું હિત, કલ્યાણ તથા મેક્ષની સાધના કરે છે, તેવી જ રીતે શ્રાવકે તથા શ્રાવિકાએ પણ અહી રહ્યાં શ્રી જિનપ્રતિમાના પૂજનથી તેમની પેઠે આત્માનું કલ્યાણ સાધી સંસાર-સમુદ્રને પાર પામી શકે છે.
વળી શાશ્વતી કે અશાશ્વતી બંને પ્રકારની મૂર્તિને પૂજનથી. એક સરખું ફલ પ્રાપ્ત થાય છે, એમ જણાવવાને પણ શાસ્ત્રકારોને આશય છે. - શાશ્વતી પ્રતિમાને આદર કર્યા પછી અશાશ્વતી પ્રતિમાને નિરાદર કરે, એ અજ્ઞાનતા છે. બન્ને પ્રકારની પ્રતિમા એક સરખી સન્માનનીય છે : કેમકે બધી પ્રતિમા એક જ દેવની છે. જુદા જુદા દેવની નથી, કે જેથી એકનું બહુમાન ને બીજીનું અબહુમાન થઈ શકે.
એક કારણ એ પણ છે કે-દેવતાઓની શક્તિ અચિત્ય હોવાથી જેટલા ભાવથી તેઓ પૂજા કરે, તેટલા ભાવથી પ્રાય: મનુષ્ય કરી ન શકે, છતાં દ્રૌપદી મનુષ્ય અને તેમાં પણ પિતે સ્ત્રી હોવા છતાં મહાન સૂર્યાલ દેવની માફક મેટા આડંબર સહિત જિનપૂજા કરી એમ જણાવવું, તે છે તથા જેમ સુર્યાભ શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે, તેમ દ્રૌપદી પણ પરમ શ્રાવિકા છે, એમ જણાવવાનું પણ અશય છે.
તથા જે વિધિથી શાશ્વતી પ્રતિમાઓ પૂજાય છે, તે જ વિધિથી અશાશ્વતી પ્રતિમાઓ પૂજવાથી પણ પોતપોતાના ભાવ પ્રમાણે સમાન ફળ મેળવી શકાય છે, એવું સૂચન છે. - અન્ય કઈ શ્રાવકની ઉપમા ન આપવાનું કારણ એ પણ જણાય. છે કે–આણંદાદિ શ્રાવકના વર્ણનમાં શાસ્ત્રકારે પૂજાવિધિનું સૂર્યાભના