SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા પૂજન દ્રૌપદીને પૂજા કરતી વખત સમ્યક્ત્વ હતું -એમ આગળના પ્રશ્નાત્તરમાં સાબીત કરી ગયા છીએ ‘નિયાણુ... પુરૂ થયા પહેલાં સમ્યક ત્વની પ્રાપ્તિ ન થાય –એ કહેવું સર્વથા પ્રમાણુરહિત છે. શ્રી દશાશ્રુત સ્કંધમાં નવું પ્રકારનાં નિયાણાં કહ્યાં છે. તેમાં સાત નિયણાં તે કામભેગનાં છે. તે જો તીવ્રરસથી ખાંધ્યાં હોય, તા સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોય અને જો મંદ રસથી ખાંધ્યાં હોય તા સુખેથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. જેમ કૃષ્ણનુ વાસુદેવ પદવીનુ નિયાણું મંદ રસવાળું હાવાથી સમ્યક્ત્વને તેએ પામ્યા હતા. અત્રેજો કહેશેા-કૃષ્ણને વાસદેવની પદવી મળી એટલે નિયાણું પુરૂ થતાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તેમ દ્રૌપદીને પણ પાંચ પત્તિ મળતાંની સાથે તેનુ નિયાણું પુરૂ થયું.” તા આ કહેવુ પણુ વ્યાજબી નથી. નિયાણું સમસ્ત ભવ આશ્રિત હોવાથી, તેના ફલને જીંદગી પર્યં ત ભાગવવુ પડે છે. નિયાણાવાળી વસ્તુ પ્રાપ્ત થતાંની સાથે જ અગર નિયાણું પુરૂ થઇ જતુ હોય, તેા પછી તે વસ્તુના તરત જ વિચાગ કે નાશ થવા જોઈએ, પણ તેમ તે બનતું નથી. કૃષ્ણ વાસુદેવે તો જીંદગી પર્યં ત વાસુદેવની પદવી ભાગવી છે તથા દ્રૌપદી પણ પાતાના પાંચ પતિની હયાતિમાં દેવલાક ગઈ છે. શ્રી દશાશ્રુત સ્કંધમાં નવમુ. નિયાણુ દીક્ષાનુ છે, તે દીક્ષા લીધાની સાથે તે જ ઘડીએ નિયાણુ પુરૂ થઈ જવુ જોઈ એ તથા ત્યારપછી તેજ ભવમાં કેવલજ્ઞાન પામી કાર્યને માક્ષ પણ પ્રાપ્ત થવા જોઇએ, પણ શાસ્ત્રકારે તેા નિયાણાવાળાને તેજ ભવે માક્ષ પામવાના પણ નિષેધ કર્યો છે. સર m કોઇ તાપસ પેાતાની તપસ્યાના પ્રભાવે આવતા ભવમાં રાજ્યલક્ષ્મી મેળવવાનુ` નિયાણુ કરે, તે તે તાપસ મરીને કોઇ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મી ચાગ્ય વયે ગાદીએ બેસતાંની સાથે જ નિયાણું પુરૂં થતાં દરિદ્રતા પામશે કે તે રાજ્યને પોતાના આયુષ્ય પર્યંત ભાગવશે ? તાત્પર્ય એ કે-મંદ રસના નિયાણાવાળાને સમ્યક્ત્વ પામવામાં ખાધ આવતા નથી. અને ઉત્કૃષ્ટ રસના નિયાણાવાળાને તેા શ્રી વીતરાગના ધમ કાને પણ સાંભળવાને અવસર ન મળે. પણ દ્રૌપદીએ તે પાછળથી સ ́ચમ પણ લીધું છે. કૃષ્ણ મહારાજા જેમ સમ્યગ્દષ્ટિ શ્રાવક હતા, તેમ દ્રૌપદી પણ વિવાહ પહેલાં બાળપણાથી જ સમ્યગ્દષ્ટિ શ્રાવિકા હતી, તથા જીવન પત તેવા દૃઢ સમ્યગ્દષ્ટિ રહી હતી. શ્રી જ્ઞાતાસૂત્રમાં લખ્યુ છે કે
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy