________________
પ્રકરણ ૧૩ મું
૧૫૭. - ~
~ (૭) સાધુને આવતા જાણુ સામે જાય, વિહાર કરતા જાણ વળાવવા જાય, સેંકડો ગાઉ દૂર વાંદવા જાય, ખપતી વસ્તુને જોગ કરાવે, દીક્ષા મહોત્સવ, મરણમહોત્સવ વગેરે કરે. આ સવ કાર્યોમાં જીની પ્રત્યક્ષ હિંસા થાય, છતાં તે કરવાથી ધર્મ થાય, એમ સર્વજ્ઞકથિત શાસ્ત્રો કહે છે.
(૮) ૧૯ મા તીર્થંકર શ્રી મલિલનાથ સ્વામીએ છ રાજાને પ્રતિબોધવા માટે મેહનઘર બનાવી પોતાના પરનો મોહ હઠાવવા માટે પિતાના સ્વરૂપની એક પૂતળી ઊભી કરી તથા તેમાં નિત્ય આહાર–પાણી નાંખતા તેમાં લાખો જીવ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા છતાં તેનું પાપ ભગવાનને લાગ્યું નહિ, તેઓ તે તે જ ભવે મોક્ષે સિધાવ્યા. તેથી જો પાપવૃદ્ધિ થતી હત, તે તેઓ તે કેમ કરત? અને કરવા છતાં મોક્ષ કેમ મળત ?
આ પ્રમાણે આજ્ઞા સહિતના કાર્યોમાં સ્વરૂપે “હિંસા હોય છે, તે પણ પરિણામની વિશુદ્ધિથી અનુબંધે ‘દયા’ છે, એમ સમજવું જોઈએ.
અહીં કઈ શંકા કરે કે-છ કાયના જીને શ્રી તીર્થંકરદેવ પિતાની ભક્તિ નિમિત્તે હણવાનો હુકમ કેવી રીતે કરે? તેના જવાબમાં કહેવાનું કે, મહાન પુરુષે કદાપિ એમ ન કહે કે, “મારી ભકિત કરો, મને વાંદે અગર તે મને પૂજે.” પણ શ્રી ગણધર મહારાજાએ બતાવેલ શાસ્ત્રયુકત વિધિ મુજબ પૂજન કરતાં સેવક જનનું જરૂર કલ્યાણ થાય. જેમ સાધુ પિતાને ઉદ્દેશીને ન કહે કે “મારી સેવા-ભક્તિ કરો.” પણ ઉપદેશ દ્વારા સામાન્ય રીતે ગુરૂ-ભકિતનું સ્વરૂપ ઓળખાવે, સુપાત્ર દાનનો મહિમા સમજાવે અને ભક્તજને તે પ્રમાણે કરે તેથી સાધુને પોતાની ભક્તિને ઉપદેશ અપિનાર તરીકે ન ગણાય. કારણકે સમુદાયની ભક્તિના ઉપદેશમાં વ્યક્તિનું પ્રવર્તકપણું ગણાતું નથી. માટે શ્રી જિનેત-હિંસા-અહિં. સાની સમગ્ર સ્વરૂપને સમજીને શુભારંભમાં પ્રવર્તવું તે મેક્ષ માર્ગમાં આગળ વધવાનો ઉપાય ગણાય છે. થતી જણાતી હિંસાને આગળ કરીને જે તેને અપલાપ કરવામાં આવે, તે કઈ જીવ કદી શુભમાં પણ આવશ્યક પ્રવૃત્તિ કરી ન શકે.