SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા-પૂજન પ્રશ્ન ૨૭-પરમાત્માનો નામ માત્રથી જ તેમના સ્વરૂપના ધ થતા હોય, અને તેથી અંતઃકરણની શુદ્ધિ થતી હોય, તેા પછી તેમના પ્રતિમા પૂજવાના આગ્રહ શા માટે ? ૧૧૨ ઉત્તર-પ્રતિમાના દર્શનાદિથી જેવી આત્મ શુદ્ધિ થાય, તેવી જ નામ સ્મરણથી ન થતી હોય, તે પણ અમુક પ્રમાણમાં આત્મ શુદ્ધિ થાય તેા છે જ. નહિતર નામ-નિક્ષેપે અર્થહીન પુરવાર થાય. તેમ છતાંના મ કરતાં આકારમાં ઘણી વિશેષતાઓ છે, જેવા આકારનું નિરીક્ષણ કરવામાં આવે, માટે ભાગે તેવા જ આકાર સ`બધી ધર્મનુ ં મનમાં ચિ'તવન થાય છે. સ ́પૂર્ણ શુભ અવયવાવાળી પત્થરની પૂતળી જોતાં, તેવા જ પ્રકારના માહ ઉપજે છે. કાક શાસ્ત્રમાંના સ્ત્રી-પુરુષના વિષય–સેવન અંગેના આસના વગેરે જોવાથી, જોનાર કામી આત્માને તત્કાળ વિકાર ઉત્પન્ન થાય છે. ચાગાસનેાની આકૃતિ જોવાથી, ચેાગી પુરુષાના ચાગાભ્યાસમાં ત્વરિત વૃદ્ધિ થાય છે. ભૃગાળના અભ્યાસીઓને નકશા વગેરે જોવાથી, સહેલાઈથી તે વસ્તુઓનું જ્ઞાન થાય છે. મકાના વગેરેના પ્લાના જોવાથી, તેના જાણકારાને, તે વસ્તુઓના ખ્યાલ તરત આવે છે. કેવળ નામ માત્રથી એ બધા ખ્યાલ તરત આવવામાં કંઈક વિલંબ થાય છે. એ રીતે પરમાત્માના નામ કરતાં પરમાત્માના આકારવાળી મૂર્તિથી પરમાત્માના નામનુ સ્મરણ કરનારને પરમાત્માના સ્વરૂપના વધારે સ્પષ્ટ બંધ થાય છે અને પરમાત્માના ધ્યાનમાં એકાકાર બનવાની અધિક સુગમતા રહે છે. ?ડેટા પ્રશ્ન ૨૮-નિરાલખન ધ્યાન કયાં સુધી ન થઈ શકે ? ઉત્તર-શ્રી જિનશાસનમાં માક્ષરૂપી મહેલમાં ચઢવા માટે ચૌદ પગથિયાં રૂપી ચૌદ ગુણુ સ્થાનક વજ્યાં છે. તેમાં પ્રથમના પાંચ ગુણુ સ્થાનકા ગૃહસ્થો અગે છે અને બાકીનાં નવ ગુણ-સ્થાના સાધુઅંગેનાં છે. છઠ્ઠી ગુણ સ્થાનકનું નામ પ્રમત્ત અને સાતમાનું નામ અપ્રમત્ત છે. આખા આયુષ્ય દરમ્યાનને સાતમા ગુણ સ્થાનકના કાળ એકત્ર કરવામાં આવે તે પણ તે અંતર્મુહૂર્ત માત્રને છે. સાતમા ગુણુ સ્થાનકથી ઉપરનુ ગુણુ સ્થાનક આ કાળમાં, આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી. મુખ્યતયા પ્રથમના છ ગુણ સ્થાનકે! આ કાળના, આ ક્ષેત્રના જીવા માટે વિદ્યમાન છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy