SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ટ પ્રતિમાપૂજન પતિ શ્રીજિનેશ્વદેવની પ્રતિમાને દેખતાંની સાથે જ ભગવાનના ગુણા યાદ આવે છે. ભાવિકે તે ગુણની ગંગામાં આ રીતે સ્નાન કરે છે : “અહા ! આ પ્રભુજીનુ મુખ કેવુ' સુદર છે કે જેના વડે કાઈના પશુ અવર્ણવાદ એલાયા નથી અને હિંસક, કઠોર કે મૃષાવચન જેમાંથી કદી નીકળ્યું નથા. તેમાં રહેલી જીવાથી રસનેન્દ્રિયના વિષચાનુ કદી પણુ રાગ-દ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ તે મુખ દ્વારા દેશના આપી અનેક ભવ્ય જીવાને આ સંસાર–સમુદ્રથી પાર ઉતારેલા છે. માટે તે મુખ સહસ્રશઃ ધન્યવાદને પાત્ર છે.’’ ભગવાનની આ નાસિકા દ્વારા દુગાઁધ કે સુગ'ધરૂપ ઘ્રાણેન્દ્રિયના વિષયાના રાગ અગર દ્વેષપૂર્ણાંક ઉપભોગ કરાએલા નથી, માટે તેને લાખા વા૨ ધન્યવાદ !' “આ નયનકમળ તે કેવાં નિલે પ છે કે જેના દ્વારા પાંચ વષ્ણુરૂપ વિષચાના ક્ષણવાર પણ રાગ યા દ્વેષપૂર્ણાંક ઉપભોગ થયેલા નથી. કોઈ સ્ત્રીની તરફ માહની દૃષ્ટિથી, કોઈ શત્રુની તરફ દ્વેષની દૃષ્ટિથી જોવાયેલ નથી. માત્ર વસ્તુ–સ્વભાવ તથા કમ ની વિચિત્રતાના વિચાર કરી ભગવનાનાં નચનકમળ સદા સમભાવે રહેલાં છે. એવાં ભગવાનનાં નયનદ્વેષને કોટિશ ધન્ય છે.’’ “આ બંને કાન વડે વિચિત્ર પ્રકારની રાગ રાગણીઓનુ સરાગ પણે શ્રવણ થયેલ નથી. પણ સારા કે નરસા, ભલા કે ખુરા, જેવા શબ્દો કાને પડયા, તેવા રાગદ્વેષ રહિતપણે સંભળાયા છે.” મારા નાથના આ પુણ્યદેહથી કાઈપણ જીવની હિંસા કે અદત્તગ્રહણ આદિ દોષ સેવાયા નથી, પણ કેવળ જીવદયા માટે સ ને સુખ ઉપજે તેમ તેના ઉપયાગ થયા છે. ગ્રામાનુયામ વિહાર કરી અનેક જીવાના સંસારના બંધન તેાડાવ્યાં છે તથા સર્વ કર્મના ક્ષય કરી કેવળ જ્ઞાનાદિ પ્રગટાવ્યા છે.' પ્રગટ ૧૦૦૮ ઉત્તમ લક્ષÌાવાળા અને અભ્ય’તર અન’ત ગુણવાળા આ શ્રી જિનરાજ નિપ્રયાજન ઉપકારી તથા સમસ્ત જગતના નિષ્કારણુ અંધુ હાવાથી તેમને અસ ખ્યવાર ધન્યવાદ છે,” હુ આજે આ રીતે આ પ્રભુજીના ગુણા ગાઇ રહ્યો છું તે પ્રતાપ પણુ તેઓશ્રીની નિઃસીમ કૃપાના છે કે જેણે મને આવા ઉત્તમ માનવભવ
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy