________________
( ૭૭ ) વિનયવમેરિએ (૧૮૬૮-૧૯૨૨) જેન સિધાન્તના પ્રચાર માટે પ્રબળ પ્રયાસ કર્યા છે. આ પ્રતાપી પુરૂષનું પૂર્વાવસ્થાનું નામ મૂન હતું, કાઠિયાવાડમાં મહુવા ગામે એમને જન્મ થયો હતો અને ૧૯ વર્ષને વયે આચાર્ય વૃદ્ધિવન્દ્રના ઉપદેશથી દીક્ષા લીધી હતી. શાળાની એમની કાર્યવાહીથી તે એમનાં માબાપ અને શિક્ષકે નિરાશ થયેલા, પણ એમની ધશક્તિ અને ખંતથી પછી એમના બધા સહાધ્યાયીઓ કરતાં આગળ નીકળી ગયેલા. કાઠિયાવાડમાં, ગુજરાતમાં, રાજપુતાનામાં, નગરોમાં અને ગામડામાં સધ્ધર્મને ઉપદેશ આપતા ઉઘાડે પગે ને ઉઘાડે માથે વિચર્યા. બ્રાહ્મણે નાસ્તિક કહીને જૈનોને તિરસ્કાર કરે છે, પ્રાચીન બ્રાહ્મણ ધર્મના મુખ્ય ધામ કાશીમાં બ્રાહ્મણોને એ તિરસ્કાર એમણે જીતી લીધે ને ત્યાં જેનપાઠશાળા તથા જૈન પુસ્તકાલય સ્થાપ્યું. ત્યારપછી એ બિહારમાં ને બંગાળમાં વિચર્યા અને ૧૯૧૧ માં પાછા ગુજરાતમાં આવીને એમણે પાલીતાણામાં વિના જૈન ગુફા સ્થાપ્યું. વળી પાછા ત્યારપછી સંયુકત પ્રાન્તમાં અને રાજપુતાનામાં વિચર્યા અને જોધપુરમાં પ્રથમ જૈન સાહિત્ય પરિષદ ભરી. એમ સતત પોતાના પ્રયાસ કરતાં કરતાં એમણે ૧૯૨૨ માં દેહ ત્યાગ કર્યો. વિજયધર્મસૂરિનું કાર્ય માત્ર સંગઠનના ને લોકવ્યવહારના જ ક્ષેત્રમાં સંકેચાઈ રહ્યું નહોતું, સાહિત્યના પ્રદેશમાં પણ હતું. એમણે સંસ્કૃતમાં, ગુજરાતીમાં અને હિન્દીમાં અનેક ગ્રન્થ લખ્યા છે અને એમાં જૈનધર્મના તાત્વિક અને નૈતિક વિષયનું અતિ સ્પષ્ટ અને ઉન્નત પ્રકારનું નિરૂપણ બતાવ્યું છે વળી અનેક ગ્રન્થોનું અને લેખનું એમણે સંશોધન અને સંસ્કરણ કર્યું છે, તે ઉપરથી ઈતિહાસનું અને શિલ્પશાસ્ત્રનું એમનું જ્ઞાન કેવું વિશાળ હતું અને એમની વિવેચના બુધ્ધિ કેવી તીક્ષણ હતી એનું પ્રમાણ મળી આવે છે. વળી એમણે અનેક સંસ્કૃત અને પ્રાકૃત ગ્રન્થને નાશ પામતા બચાવવા એકઠા કર્યા, અને પિતે જ સ્થાપેલા ચશેવિનય ન બન્યમાતામાં છપાવી પ્રકટ કર્યા. તેમજ પ્રાચીન ઐતિહાસિક ગ્રંથને તિહાસિ% રાસસંકદમાં સંગ્રહ કર્યો. ભારતના તેમજ યુરેપના લગભગ સર્વે જૈન સાધકે