________________
(૪૭૧) જીવનમાં એને પરિપૂર્ણ બનાવે છે, અશુભ વાવીને શુભ લણવાને પ્રયત્ન કરે છે. પૃથ્વીના બાળકનું શ્રેષ્ઠ સુખ વ્યકિતત્વમાં છે.
પશ્ચિમની અને પૂર્વની વિચારશ્રેણિ વચ્ચે મુખ્ય ભેદ કયા છે તે ઉપરની હકીકતેથી જણાઈ આવશે. એ બેની વચ્ચેના ભેદ ઉપર રસ્તે બંધાય, એ બે વચ્ચેને સામાન્ય પ્રદેશ શોધી શકાય, એ બેની તુલના કરી શકાય એવા પ્રયત્ન થયા છે, પણ એથી એમ માની લેવાય નહિ કે એ બે વચ્ચે જે ખાડે છે તે પૂરી શકાય. બંનેમાં માનવજાતિના સાચા અનુભવ છે, બંને કાળની આવશ્યકતાને અનુસરી વિકાસ પામ્યા છે અને તેમનામાં જીવનશકિત હશે ત્યાં સુધી જીવતા રહેશે. પશ્ચિમના તેમજ ભારતના બંને તત્ત્વદશને હજાર વર્ષ જીવીને પિતાના અસ્તિત્વને અધિકાર સાબીત કરી આપે છે. તેથી આ દર્શન ઉંચું કે પેલું ઉંચું એ વિષે વિવાદ કરે નિરર્થક છે, પણ તે બેમાં અમુક ભેદ છે, એ જાણવું આવશ્યક છે, કારણ કે એ બનેની વિશિષ્ટતા જે જાણે, તે જ એ બેના જીવનની ભાવનાઓની સંપૂર્ણતા અને અપૂર્ણતા નિશ્ચિતભાવે સમજી શકે.
स मा त.